News of Friday, 5th September 2025
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ :નદીઓમાં ઘોડાપુર : માંગરોળના કોસાડી ગામમાં કિમ નદીના પાણી ઘુસ્યા
ગામના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ: નદીના પાણીનું જળસ્તર વધતા ગ્રામજનો ચિંતામાં મુકાયા

સુરતમાં સોમવારથી સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે સુરતની 'સૂરત' બદલાઇ ગઇ છે. સુરત જિલ્લા અને તાલુકામાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.સુરત શહેર માંગરોળના કોસાડી ગામમાં કીમ નદીના પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ગામના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. નદીના પાણીનું જળસ્તર વધતા ગ્રામજનો ચિંતામાં મુકાયા છે.
સુરતઃ માંગરોળના કોસાડી ગામમાં કીમ નદીના પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ગામના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. નદીના પાણીનું જળસ્તર વધતા ગ્રામજનો ચિંતામાં મુકાયા.છે
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કીમ GIDCમાં પાણી ભરાતા કામદારોને હાલાકી પડી રહી છે, યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી હાલાકી પડી રહી છે, તો સ્થાનિક વેપારીઓ પણ દુકાન ખોલી નથી, પાણી ભરાતા દુકાનમાં રહેલ માલસામાનને પણ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે, પાણી ભરાતા દુકાનોમાં બંધ રાખવાની ફરજ પડી છે.
નદી પરનો હાઇબેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને મોટા બોરસાર ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો હોવાની વાત સામે આી છે, ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણી આવક થઈ છે, સિઝનમાં પ્રથમ વખત આટલુ પાણી આવ્યું હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે, નદી કિનારાના વિસ્તારમાં ન જવા એલર્ટ અપાયું છે.
તાપી નદીમાં 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું છે અને વિયરકમ કોઝવેની જળસપાટીમાં સતત વધારો થયો છે, વિયરકમ કોઝવેની સપાટી 9.63 મીટરે પહોંચી છે, કોઝવેની ભયનજક સપાટી 6 મીટર પર પહોંચી છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
