<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

સુરતના માંગરોળમાં ભારે વરસાદથી કીમ નદી ગાંડીતૂર : નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ

સિયાલજ, કુવારડા, કોસાડી, લુવારા, હાથોડા, પાલોદ, કોઠવા, પીપોદરા, મોટા બોરસરા, નાના બોરસરા, અને મોટી નારોલી જેવા ગામોમાં પાણી ફરી વળ્યું

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે કીમ નદી ગાંડીતૂર બની છે.  માંગરોળ તાલુકાના સિયાલજ, કુવારડા,  કોસાડી, લુવારા, હાથોડા, પાલોદ, કોઠવા, પીપોદરા, મોટા બોરસરા, નાના બોરસરા, અને મોટી નારોલી જેવા ગામોમાં પાણી ફરી વળ્યું છે. કોસાડી ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી સામનો કરવાનો વારો આવ્યો છે.

કોસાડી ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગઈકાલથી જ કોસાડી ગામ બેટમાં ફેરવાયું હતું. કોસાડીના 35 જેટલા ઘરોમાં કીમ નદીના પાણી ઘૂસ્યા હતા. મોટી વાત તો એ છે કે ગામમાં કીમ નદીનું પાણી પ્રવેશવા છતાં તંત્રનું કોઈ અધિકારી સ્થળ પર ફરક્યું નહીં. ગ્રામજનોને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સૂચનાઓ ન આપવામાં આવી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે

(6:53 PM IST)