<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

શ્રી એમ.આર.વિદ્યાલય, રાજપીપલા ખાતે શિક્ષકદિન તથા ગણેશ વંદના કાર્યક્રમની ઊજવણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન ૫મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. રાજપીપળાની શ્રી એમ.આર.વિદ્યાલયમાં આચાર્ય યોગેશભાઈ એમ.વસાવાના નેજા હેઠળ શિક્ષકદિન નિમિત્તે સ્વશાસનદિન તથા ગણેશ વંદના કાર્યક્રમની ભવ્ય ઊજવણી કરાઈ હતી.

  શાળાના પ્રાર્થનાખંડમાં ડો. રાધાકૃષ્ણનની છબીને ફૂલહાર તથા દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આચાર્ય યોગેશકુમારે શિક્ષકદિનના મહત્વ અને શિક્ષકોના યોગદાન વિશે સુંદર વક્તવ્ય આપ્યું હતું. આચાર્યના માર્ગદર્શન હેઠળ સ્વશાસનદિનની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય, સુપરવાઈઝર, શિક્ષક તથા સેવકગણની ભૂમિકા ભજવવામાં આવી હતી. શિક્ષક બનેલ વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં સુંદર રીતે અભ્યાસ કરાવ્યો હતો. શિક્ષકદિન નિમિત્તે શાળાનાં આચાર્ય તરીકે બારોટ સમર્થ તથા વસાવા ઉર્વશીબેને ફરજ નિભાવી હતી.
કાર્યક્રમના અંતે સ્વશાસન દિનના ઊજવણીના ભાગરૂપે શિક્ષક બનેલ વિધાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કરતા કહ્યું હતું કે શિક્ષક બનવું કેટલું મુશ્કેલ અને જવાબદારી ભર્યું કાર્ય છે. તેમણે પોતાના શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સાથે સાથે ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખી શાળામાં ગણેશ વંદના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં જોડાયા હતા

(11:05 PM IST)