<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

નર્મદામાં મેઘરાજા તોફાની બેટિંગ બાદ ગારદા ગામનું રાણી ફળિયું સંપર્ક વિહોણું બન્યું : કેડ સુધી પાણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે આવેલ રાણી ફળિયા જતા રસ્તા પર પાણી ફરી વળતા ફળિયાના રહીશો સંપર્ક વિહોણા બન્યા છે. અને કેડ સમા પાણી રસ્તાઓ પર ભરાઈ ગયા હતા
     નર્મદા જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું,  ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, છોટાઉદેપુર માં ઓરેન્જ એલર્ટ ની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસતા અનેક નદી નાળાઓ છલકાઈ ગયા છે તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે જેમાં ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે રાણી ફળિયા તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે, જેથી રાણી ફળિયાના લોકો સંપર્ક વિહોણા બન્યા છે, આ રસ્તા પર આવતું નાળું પણ સંપૂર્ણ પાણીમાં ડૂબી જવા પામ્યું છે, જેથી ફળિયાના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, તેમજ બાજુમાં આવેલ મોહન નદી પણ ગાંડીતૂર બનતા, આસપાસના કોતરો માં પણ પાણી ફરી વળ્યા છે અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે, ગારદા ગામના રાણી ફળિયા તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યુ છે જેને લઇ ને આખો રસ્તો તેમજ નાળું પાણીમાં ડૂબી જવા પામ્યું છે. જેના કારણે ફળિયાના લોકો કેડ સમા પાણીમાંથી જીવ નાં જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે, શાળાએ જતા બાળકો, દૂધ ભરવા જતા પશુપાલકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ફળિયાના રહીશો ને કોતરડા માં પાણી આવી જતા પાણી જ્યાં સુધી ઓસરે નહિ ત્યાં સુધી રાહ જોવાની નોબત આવી છે.
સ્થાનિકો ના જણાવ્યા અનુસાર દર વર્ષે આ રીતે પાણી ફરી વળતા દર ચોમાસામાં હાલાકી ભોગવવાનો વારો આવે છે જેથી વેહલી તકે આ માટેનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેમ ફળિયાના રહીશો ઇચ્છી રહ્યા છે. સ્થાનિક જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરી યોગ્ય નિરાકરણ વહેલીતકે કરવામાં આવે તે જરૂરી બન્યું છે

(11:06 PM IST)