News of Saturday, 6th September 2025
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના પાંચમા દિવસે 7,57 લાખ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા
પ્રસાદ તરીકે મોહનથાળના 3.35 લાખ પેકેટનું વિતરણ : ટ્રસ્ટને વિવિધ કાઉન્ટર ઉપર થી રૂપિયા 42.46 લાખની આવક :પાંચમા દિવસે મંદિરના શિખરે 546 ધજાઓ ચડી

અંબાજી : આજે ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ છે. મેળાના પાંચમા દિવસે અંબાજી ખાતે 7.57 લાખ શ્રદ્ધાળુઓ એ માં અંબાના દર્શન કર્યાં છે. પાંચમા દિવસે મંદિરના શિખરે 546 ધજાઓ ચડી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ તરીકે મોહનથાળના 3.35 લાખ પેકેટનું વિતરણ થયું છે. મંદિર ટ્રસ્ટને વિવિધ કાઉન્ટર ઉપર થી રૂપિયા 42.46 લાખની આવક થવા પામી છે. મેળા દરમિયાન આ સમાચાર લખાય છે ત્યા સુધીમાં 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી પહોચ્યા છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
