News of Saturday, 6th September 2025
અમદાવાદ બ્લાસ્ટ કેસ:હાઇકોર્ટમાં ચાલતી પ્રક્રિયામાં વીડિઓ કોન્ફરન્સ-ઓનલાઈન માટેની અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવ
અમદાવાદ બ્લાસ્ટ કેસ. સંબધિત કેસમાં VC દ્વાર અનેક મામલે જોખમ ઉભું થવાની શક્યતા હોવાનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું

અમદાવાદ બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટમાં ચાલતી પ્રક્રિયામાં વીડિઓ કોન્ફરન્સ-ઓનલાઈન માટેની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત રીતે ચાલશે અમદાવાદ બ્લાસ્ટ કેસ. સંબધિત કેસમાં VC દ્વાર અનેક મામલે જોખમ ઉભું થવાની શક્યતા હોવાનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે. દોષિત દ્વારા ફાંસીની સજા પર ચાલતી પ્રક્રિયામાં વકીલ દ્વારા ઓનલાઈન જોડાવવા માટે મંજૂરી આપવા અરજી થઈ હતી ,
અમદાવાદ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને 246 લોકોને ઇજા થઈ હતી. હાઇકોર્ટના ન્યાયાધીશ અને સાક્ષીઓને નુકસાન હોવાની ભીતિ પણ સોલિસિટર જનરલએ વ્યક્ત કરી હતી . બ્લાસ્ટ કેસના આરોપીઓને વિશેષ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે જયારે 38 દોષિતોને ફાંસીની ઐતિહાસિક સજા સામે હાઇકોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે . ફાંસીની કન્ફર્મેશન પર હાઇકોર્ટે ડે ટુ ડે કેસ ચલાવવાનો નિર્ણ્ય લીધો છે. સમગ્ર પ્રક્રિયા ઑનલાઇન ન કરવામાં આવતા નિર્ણંયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
