<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

ડોલવણ ૬.૫, બારડોલી ૫.૫ અને વાલોડમાં ૫ ઇંચ ભારે વરસાદ

ભારેથી અતીભારે વરસાદની આગાહી વચ્‍ચે રાજ્‍ય ના ૧૯૮ તાલુકાઓમાં મેઘમહેર : નર્મદા, વિશ્વામિત્રી, તાપી, અંબિકા, કાવેરી અને દમણગંગા સહીતની લોકમાતાઓ તોફાને ચડી છેઃ ઉકાઇ ડેમના ૮ દરવાજા ખોલાયાઃ આજવા ની જળસપાટી ૨૧૩.૨૦ ફૂટે પહોંચીઃ મધુવન ડેમ ના ૬ દરવાજા ખોલાયાઃ વહીવટી તંત્ર એલર્ટઃ આજે સવારથી સાબરકાંઠા, અને બનાસકાંઠા પંથકમાં મેઘરાજાનું બેટિંગ

 

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ અનંત ચતુર્દશીના દિને શ્રીજીના વિદાય વેળા એ મેઘરાજા જાણે જળાભિષેક કરી રહ્યા હોય તેમ રાજ્‍ય ના ૩૩ જીલ્‍લાના ૧૯૮ તાલુકા ઓ માં ઝરમર થી ૬.૫ ઇંચ સુધી વરસ્‍યા છે.

ભારે વરસાદ ને પગલે બંધો, જળાશયો અને નદી, નાડાઓની જળસપાટી સતત વધતા તંત્ર નું પ્રેશર પણ વધી રહ્યું છે, અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા છે તો કેટલાય રસ્‍તા ઓ બંધ થવા પામ્‍યા છે, નર્મદા, વિશ્વામિત્રી તાપી, કાવેરી, અંબિકા, દમણગંગા તોફાને ચડી છે , જેને પગલે બંધો અને જળાશયો ની જળ સપાટી સતત વધી રહી છે.

વડોદરા પંથક ના આજવાની જળસપાટી આજે સવારે ૯ કલાકે ૨૧૩.૨૦ ફૂટે પહોંચી છે, તો નર્મદા પણ રમણે ચઢતા ભરૂચ પંથકમાં ભારે હાલાકી ઉભી થવા પામી છે.

જ્‍યારે સુરત પંથક ના ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૭.૯૫ ફૂટે પહોંચી છે ડેમ માં ૧૧૫૭૦૫ ક્‍યુસેક પાણી ના ઈન્‍ફલો સામે ૧૧૭૦૦૮ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ ના ૮ દરવાજા ૭ ફૂટ ખોલાયા છે જેને પગલે કોઝવે પર પાણી ફરી વળ્‍યાં છે, જ્‍યારે દમણગંગા નદીના મધુવન ડેમ ની જળસપાટી આજે સવારે ૯ કલાકે ૭૭ મીટરે પહોંચી છે ડેમ માં ૧૯૮૮૪ ક્‍યુસેક પાણી ના ઈન્‍ફલો સામે ૨૫૨૩૬ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ ના ૬ દરવાજા ૦.૮૦ મીટર ખુલ્‍લા રખાયા છે.

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો ડોલવણ ૧૬૪ મીમી, બારડોલી ૧૩૫ મીમી, વાલોડ ૧૨૭ મીમી, લુણાવાડા ૧૧૩ મીમી, કડાણા ૧૧૨ મીમી, સોનગઢ અને ધનસુરા ૧૧૧ મીમી, ગણદેવી ૧૦૭ મીમી, ખેરગામ ૧૦૪ મીમી, તો કપરાડા ૧૦૦ મીમી વરસાદ નોંધાયો છે.

જ્‍યારે ધરમપુર ૯૬ મીમી, કામરેજ અને ધાનપુર ૯૪ મીમી, વ્‍યારા, પલસાણા અને સંતરામપુર ૯૨ મીમી, ઉમરપાડા અને શહેરા ૮૯ મીમી, નડિયાદ ૮૭ મીમી, નવસારી ૮૨ મીમી, પાદરા ૮૧ મીમી, સુરત સિટી અને વાગરા ૮૦ મીમી, દાહોદ, બાલાસિનોર અને દહેગામ ૭૨ મીમી, માંડવી અને મહુવા ૭૧ મીમી, ચીખલી ૭૦ મીમી, શિનોર ૬૮ મીમી, વીરપુર ૬૬ મીમી, સોજીત્રા ૬૩ મીમી, વાસો ૬૧ મીમી, હાંસોટ અને રાપર ૬૦ મીમી, અંકલેશ્વર ૫૭ મીમી, પેટલાદ ૫૪ મીમી, ગરુડેશ્વર ૫૩ મીમી, વલસાડ ૫૨ મીમી, ખંભાત, ઝઘડિયા,, અને તારાપુર ૫૧ મીમી, અને ભરૂચ, આહવા, અને વડોદરા ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્‍ય ના ૧૪૮ તાલુકા ઓ માં ૧ થી ૪૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. આજે સવારથી મેઘરાજા પોસીના ,કપરાડા અને રાધનપુર પંથકમાં વરસી રહ્યા છે.(૩૮.૨૪)

(11:10 AM IST)