<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં થયો ઘટાડો :ડેમના 12 પૈકી 4 દરવાજા બંધ કરાયા

મહારાષ્ટ્રના ઉપરવાસમાંથી હાલ 84,952 ક્યૂસેક પાણી ડેમમાં આવે છે :ડેમમાંથી 1,16,736 ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે

તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે ડેમના 12 પૈકી 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપરવાસમાંથી હાલ 84,952 ક્યૂસેક પાણી ડેમમાં આવી રહ્યું છે, જ્યારે ડેમમાંથી 1,16,736 ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના 8 ગેટ 7 ફૂટ સુધી ખોલી પાણી છોડાયું છે. હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 337.92 ફૂટ નોંધાઈ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે

 

(11:41 AM IST)