News of Saturday, 6th September 2025
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ: સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.46 ઈંચ ખાબક્યો
બારડોલી ખાતે 5.31 ઈંચ અને વાલોદમાં 5 ઈંચ વરસાદ: લુણાવાડા અને કડાણા બંનેમાં 4.41 ઈંચ, જ્યારે સોનગઢ અને ધનસુરામાં 4.37 ઈંચ વરસાદ થયો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ થયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 6.46 ઈંચ નોંધાયો છે. બારડોલી ખાતે 5.31 ઈંચ અને વાલોદમાં 5 ઈંચ વરસાદ થયો છે. લુણાવાડા અને કડાણા બંનેમાં 4.41 ઈંચ, જ્યારે સોનગઢ અને ધનસુરામાં 4.37 ઈંચ વરસાદ થયો છે. ગણદેવીમાં 4.21 ઈંચ અને ખેરગામમાં 4.09 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 98 તાલુકામાં 1 ઈંચથી વધુ, 50 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 23 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
