<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

મહીસાગરમાં અજંતા હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં ભોગ બનેલા યુવાનોના પરિવારજનોને 25-25 લાખ આપશે

આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 4 વ્યક્તિની લાશ મળી આવી છે. જ્યારે એક વ્યક્તિની શોધખોળ છેલ્લા 43 કલાકથી ચાલુ

મહીસાગરઃ દોલતપુરામાં અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં પાંચ યુવક ડૂબ્યા હતા. ત્યારે કંપનીએ તમામ ભોગ બનનારા વ્યક્તિઓના પરિવારજનને આર્થિક સહાય જાહેર કરી છે. કંપની તરફથી ભોગ બનેલા લોકોના પરિવારને 25-25 લાખની સહાય આપવામાં આવશે.

બીજી તરફ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યુ હતુ કે, માનવસર્જિત ભૂલમાં કોઈને પણ છોડવામાં નહીં આવે. આવા દુઃખદ સમયમાં સરકાર ભોગ બનનારાના પરિવાર સાથે છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 4 વ્યક્તિની લાશ મળી આવી છે. જ્યારે એક વ્યક્તિની શોધખોળ છેલ્લા 43 કલાકથી ચાલુ છે.

જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીની નજર હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર NDRF ટીમ અન્ય લાપતા યુવકની પાણીમાં શોધખોળ કરી રહી છે

(2:07 PM IST)