તા. ૧૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૭ મંગળવાર
બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ : બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ : ૧૨૨ બેઠકો પર ૩.૭૦ કરોડ મતદારો ૧૩૦૨ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે : સવારે ૭ વાગ્યાથી મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો : જહાનાબાદમાં સવારે ૬ વાગ્યાથી ઉત્સાહ : નીતીશ કુમારના મંત્રીમંડળના અડધો ડઝનથી વધુ મંત્રીઓ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદની પ્રતિષ્ઠા દાવ પર : દિલ્હી બ્લાસ્ટ બાદ બિહાર પોલીસ અલર્ટ મોડ પર : ૪ લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત9:27 AM IST
ધર્મેન્દ્રના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવતા મીડિયા પર હેમા માલિની ભડક્યા : 'અક્ષમ્ય અને અનાદરપૂર્ણ' ગણાવ્યું : તબિયત વિશે આપ્યું અપડેટ : હેમા માલિનીએ સત્તાવાર 'X' એકાઉન્ટ પર રોષ વ્યક્ત કર્યો - 'જવાબદાર ચેનલો કેવી રીતે ખોટા સમાચાર ફેલાવી શકે?,દર્દી સારવારને પ્રતિસાદ આપી રહ્યા છે' : પરિવારે ખાનગીપણાનું સન્માન જાળવવા મીડિયાને કરી આજીજી10:25 AM IST
દિલ્હીમાં લાલ કિલ્લા પાસેના હુમલાની તપાસ આત્મઘાતી આતંકી હુમલો ગણીને કરવામાં આવશે: ફરીદાબાદ-સહારનપુર મોડ્યુલ સાથે કનેક્શન; જૈશ-એ-મોહમ્મદના 'વ્હાઈટ કોલર' નેટવર્કના ઓપરેટિવ્ઝ આ હુમલા પાછળ હોવાની ધારણા : મોડ્યુલનો ફરાર સભ્ય ડૉ. ઉમર મોહમ્મદ જ આઇ-૨૦ કારમાં સવાર આત્મઘાતી હુમલાખોર ? દિલ્હી-યુપીમાં રેડ એલર્ટ: અયોધ્યા રામ મંદિર સહિત દેશના સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી9:38 AM IST
બિહારમાં ઐતિહાસિક મતદાન: ૧૯૫૧ પછીના તમામ રેકોર્ડ તૂટ્યા : મહિલા શક્તિનો અભૂતપૂર્વ દબદબો, પુરુષો કરતાં ૯% વધુ મતદાન:મહિલાઓનો આ એકતરફી ઝુકાવ મુખ્યમંત્રી નીતિશ કુમારની 'મહિલા રોજગાર યોજના' અને 'જીવિકા દીદી' જેવી સ્વ-સહાય જૂથોની પહેલનું પરિણામ:પ્રથમ તબક્કામાં: મહિલા મતદાન ૬૯.૦૪% અને પુરુષ મતદાન ૬૧.૫૦% રહ્યું * બીજા તબક્કામાં: મહિલા મતદાને તમામ રેકોર્ડ તોડ્યા અને ૭૪.૦૩% પર પહોંચ્યું, જ્યારે પુરુષ મતદાન ૬૪.૧% રહ્યું*11:24 PM IST
શેખ હસીના બાદ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ યુનુસ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા : પોલીસે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો : યુનુસની પોલીસને સરકારની નીતિઓ વિરુદ્ધ મોટા પાયે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કાબુમાં લેવાનું મુશ્કેલ લાગ્યું : ઢાકામાં સેંકડો પ્રાથમિક શાળાના શિક્ષકો માટે પગાર વધારાની માંગણીઓ પર વિરોધ પ્રદર્શન શરૂ થયા 9:55 PM IST
રાજકીય રેલીઓ માટે કડક નિયમો: કરુર દુર્ઘટના બાદ મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને SOP નો બીજો ડ્રાફ્ટ 21 નવેમ્બર સુધીમાં રજૂ કરવા નિર્દેશ આપ્યો! : અભિનેતા વિજયની પાર્ટી TVKની રેલીમાં થયેલી નાસભાગ જેવી ઘટનાઓ ટાળવા માટે હાઈકોર્ટ આગ્રહી; AIADMK એ સરકારી અને ધાર્મિક કાર્યક્રમોને મુક્તિ આપવા સામે વાંધો ઉઠાવ્યો9:28 PM IST
નિઠારી કાંડમાં સુરેન્દ્ર કોલીની આજીવન કેદની સજા રદ: સુપ્રીમે તાત્કાલિક મુક્ત કરવા આપ્યો આદેશ : સુપ્રીમ કોર્ટે 2006ના નિઠારી શ્રેણીબદ્ધ હત્યાકાંડ કેસમાં દોષિત સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કરવા સાથે તેની સજા રદ કરી :જો અન્ય કોઈ કેસમાં તે વોન્ટેડ ન હોય તો તેને તાત્કાલિક મુક્ત કરવામાં નિર્દેશ 9:10 PM IST
બિહારમાં મહાગઠબંધનને 'ઝટકો': એનડીટીવીના પોલ ઑફ પોલ્સ મુજબ એનડીએને સ્પષ્ટ બહુમતી, ૧૬૭ બેઠકો સુધીનું અનુમાન: નીતિશ-ભાજપ યુતિ સત્તા જાળવી રાખશે, એનડીએને ૧૩૩થી ૧૬૭ બેઠકો મળવાનો સંકેત : તેજસ્વી યાદવને નિરાશા: એનડીટીવી પોલ ઑફ પોલ્સમાં મહાગઠબંધન ૧૦૨ બેઠકોમાં સમેટાયું, એનડીએની સત્તા તરફ દોટ: બિહારમાં એનડીએ મોરચો ૧૨૨ના એજિક આંકથી ઘણું આગળ!8:37 PM IST
વૉટ્સએપ પર ટૂંક સમયમાં 'મેસેજ લિમિટ' લાગુ : સ્પામ નિયંત્રણ માટે નવી પદ્ધતિ : જવાબ ન આપનારને મેસેજ મોકલવા પર મર્યાદા : વૉટ્સએપ યુઝર્સ અને બિઝનેસ એકાઉન્ટ્સ માટે 'બ્રોડકસ્ટ' મેસેજ કેપનું પરીક્ષણ શરૂ : જે યુઝર્સ ક્યારેય જવાબ આપતા નથી તેમને મોકલાયેલા તમામ મેસેજ ગણાશે : મર્યાદા પૂરી થતાં એક મહિના માટે અનિચ્છનીય મેસેજ બ્લોક થઈ જશે : જોકે દૈનિક વપરાશકર્તાઓને અસર નહીં થાય6:53 PM IST
મારી પુત્રી એક ડૉક્ટર છે. તેણે પોતાનું જીવન લોકોની સેવા કરવામાં વિતાવ્યું છે. મને નથી લાગતું કે તે કોઈ ખોટા કામમાં સામેલ હોઈ શકે : દિલ્હી બ્લાસ્ટ કેસમાં ધરપકડ બાદ ડૉ. શાહીનના પિતાની પહેલી પ્રતિક્રિયા : લાલબાગના તેમના નિવાસસ્થાન અને ડાલીગંજમાં તેમના જૂના ઘર પર પોલીસે દરોડા પાડ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો6:42 PM IST
ડૉ. આદિલની માહિતીના આધારે ડૉ. મુઝમ્મિલ અહેમદની ફરીદાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી : શું દિલ્હી વિસ્ફોટોની સ્ક્રિપ્ટ સહારનપુરમાં લખાઈ હતી? : દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં સહારનપુર કનેક્શન બહાર આવ્યું : સમગ્ર કેસનો પર્દાફાશ કરવા માટે તેની પૂછપરછ ચાલુ : દિલ્હી વિસ્ફોટોની વાર્તા જમ્મુ અને કાશ્મીરથી સહારનપુર થઈને દિલ્હી પહોંચી હતી, જેના કારણે આતંકવાદી હુમલો થયો6:24 PM IST
શાહીન મસૂદ અઝહરની બહેન સાથે સંપર્કમાં હતી અને તેને ભારતમાં મહિલા બ્રિગેડ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ શાહીનની ધરપકડથી અનેક તથ્યો બહાર આવ્યા : ડૉ. શાહીન લખનૌની રહેવાસી છે અને ધરપકડ કરાયેલ આતંકવાદી ડૉ. મુઝમ્મિલની ગર્લફ્રેન્ડ પણ છે : જૈશના જમાત-ઉલ-મોમિનત (JeM) સાથે પણ સંકળાયેલી હતી6:10 PM IST
હાઈવે રક્તરંજિત ...માર્ગ અકસ્માતમાં મૃત્યુ દર ૩૦ વર્ષના ઉચ્ચ સ્તરે : પ્રતિ ૧૦૦,૦૦૦ વસ્તીએ ૧૨.૫ મૃત્યુ નોંધાયા : માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા ૧૯૯૦ પછી સૌથી વધુ છે : રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિઝાઇનમાં સલામતીને પૂરતી પ્રાથમિકતા આપવામાં આવતી નથી, જે અકસ્માતોમાં વધારો કરવામાં પણ ફાળો આપે છે10:02 AM IST
કાશ્મીરમાં સંકેતો, ફરીદાબાદમાં દરોડા, લખનઉમાં ધરપકડ દિલ્હીમાં વિસ્ફોટ: તપાસમાં આતંકી નેટવર્કની જોડાતી કડી : દિલ્હી વિસ્ફોટોની તપાસમાં કાશ્મીર, ફરીદાબાદ, લખનઉ અને દિલ્હીમાં ફેલાયેલા આતંકવાદી નેટવર્કનો ખુલાસો થયો: ફરીદાબાદમાંથી એમોનિયમ નાઈટ્રેટ, શસ્ત્રો અને ટાઈમર જપ્ત કરવા ઉપરાંત ડૉ. મુઝમ્મિલ અને શાહીન શાહિદની ધરપકડથી જૈશ-એ-મોહમ્મદના સંબંધોના પુરાવા મળ્યા: ડૉ. આદિલની ધરપકડ11:22 AM IST
કેન્દ્ર સરકારે 'ડમ્પસાઇટ રેમિડિએશન એક્સિલરેટર' લોન્ચ કર્યું: ૨૦૨૬ સુધીમાં ૮.૮ કરોડ ટન કચરો સાફ કરવાનું લક્ષ્ય : દેશભરના ૨૧૪ જૂના કચરાના ઢગલા પરથી કરોડો ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો ઉદ્દેશ: આ ૨૧૪ ડમ્પસાઇટ્સ દેશના કુલ કચરાના ઢગલાનો ૮૦% હિસ્સો ધરાવે છે : મિશનની સફળતા માટે કેન્દ્ર સરકાર પ્રતિ ટન કચરાના નિકાલ માટે ₹૫૫૦ની નાણાકીય સહાય આપશે: જેનાથી શહેરોની હજારો એકર જમીન કચરામુક્ત થશે, પર્યાવરણમાં મોટો સુધારો આવશે11:04 AM IST
ભારત સાથે 'ખૂબ જ અલગ' અને 'વાજબી' વેપાર સોદો કરવા જઈ રહ્યા છીએ, જે ભૂતકાળમાં થયેલા સોદાઓ કરતાં તદ્દન ભિન્ન હશે: ડોનાલ્ડ ટ્રમ્પની સૂચક જાહેરાત : ટ્રમ્પે પોતાના આગવા અંદાજમાં કહ્યું, કે અત્યારે, તેઓ (ભારત) મને પ્રેમ નથી કરતા, પરંતુ તેઓ અમને ફરીથી પ્રેમ કરશે: અમે એક વાજબી સોદો કરી રહ્યા છીએ: અમારી સાથે પહેલા ખૂબ જ અન્યાયી વેપાર સોદા હતા! : આ નવા વેપાર સોદાનો ઉદ્દેશ્ય ભારત અમેરિકા વચ્ચેના વેપારને ૨૦૩૦ સુધીમાં ૫૦૦ અબજ ડોલર સુધી, બમણો કરવાનો છે: ટ્રમ્પે નરેન્દ્રભાઈ સાથેના તેમના "અદભૂત" સંબંધોનો પણ ફરી ઉલ્લેખ કર્યો હતો11:03 AM IST
કોઈનું ધડ ગાયબ હતું, કોઈ ચીસો પાડી રહ્યું હતું... લોકો વીડિયો બનાવી રહ્યા હતા : લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ પછી ત્યાં હાજર એક વ્યક્તિએ દ્રશ્યનું વર્ણન કર્યુ : લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ પછી, બધે આગ, ધુમાડો અને ચીસો હતી, તે ભયાનક દ્રશ્યમાં જ્યારે બધા ભાગી રહ્યા હતા, ત્યારે ગ્રેટર નોઈડાના ધર્મેન્દ્ર ડાગર મદદ માટે દોડયાઃ તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને ચાર મળતદેહો અને એક ઘાયલ વ્યક્તિને સળગતી કારમાંથી બહાર કાઢયાઃ ધર્મેન્દ્ર કહે છે, ‘લોકો બળી રહ્યા હતા, હું મદદ માટે બૂમો પાડી રહ્યો હતો, પરંતુ કોઈ આવ્યું નહીં... બધા પોતાના મોબાઈલ ફોનથી વીડિયો બનાવી રહ્યા હતા'10:45 AM IST
વુહાન ડાયરી : લોકડાઉનની સચ્ચાઇ : એક લેખિકાનો સંઘર્ષ ને વિવાદોનો વંટોળ : ‘વુહાન ડાયરી' એ માત્ર લોકડાઉનનો હિસાબ નથી, પરંતુ તે સત્તા સામે સત્ય બોલવાની કિંમત અને એક લેખકની નૈતિક હિંમતનો જીવંત પુરાવો છે. તે એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે આપણને યાદ અપાવે છે કે કોઈપણ મહામારીમાં, સરકારી નિષ્ફળતાઓની સૌથી મોટી કિંમત સામાન્ય નાગરિકોએ ચૂકવવી પડે છે. ફેંગ ફેંગે આ પુસ્તક અને તેની તમામ રોયલ્ટી વુહાનના પીડિતોને સમર્પિત કરી છે, જે તેમની પ્રતિબદ્ધતાને સાબિત કરે છે.. તે એ પણ દર્શાવે છે કે સત્તા સામે સત્ય બોલવાની કિંમત કેટલી મોટી હોઈ શકે છે. આ ડાયરી ‘ગ્રાઉન્ડ ઝીરો' પર સામાન્ય નાગરિકોના સંઘર્ષ, હિંમત અને વેદનાની સાચી વાર્તા કહે છે અને તે આપણને યાદ અપાવે છે કે કેવી રીતે એક મહામારીએ આખી દુનિયાને બદલી નાખી ‘વુહાન ડાયરી' એક ઐતિહાસિક દસ્તાવેજ છે...'2:30 PM IST
પ્રભાસ પાટણમાં ધાર્મિક સ્થળ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરતી વખતે ભડકો : ટોળાનો પોલીસ પર જોરદાર પથ્થરમારો : PI સહિત બે પોલીસકર્મી ઘાયલ : સોમનાથ મંદિર નજીક શંખ સર્કલ પાસે સવારે ૧૦ વાગ્યાથી ડિમોલિશન શરૂ : સાંજે ૬ વાગ્યે ધાર્મિક સ્થળ તોડાતા સ્થિતિ વણસી : પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના ૩ શેલ છોડીને પરિસ્થિતિ કાબૂમાં લીધી - એસ.પી. જયદીપસિંહ જાડેજાની માહિતી : બસ સ્ટેન્ડ બનાવવા માટે જગ્યા ખાલી કરાવાઈ હોવાની વિગત9:07 PM IST
યુએસ ગવર્નમેન્ટ શટડાઉનનો ઐતિહાસિક અંત : સેનેટમાં ૪૧ દિવસના અભૂતપૂર્વ બંધ બાદ સરકાર ફરી ખોલવાનો માર્ગ મોકળો : સેનેટે ૬૦-૪૦ મતોથી ભંડોળ બિલ પરની ચર્ચા સમાપ્ત કરવા ઠરાવ પસાર કર્યો : ૮ લાખથી વધુ ફેડરલ કર્મચારીઓને રાહત : આવશ્યક સેવાઓ પરની અસર દૂર થશે : ઓબામાકેર સબસિડીના મુદ્દે ડેમોક્રેટિક પાર્ટીમાં ઊંડો મતભેદ9:37 AM IST
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક પ્રચંડ વિસ્ફોટ અંગે પોલીસ કમિશનરની મોટી જાહેરાત : સાંજે ૬:૫૨ કલાકે 'ધીમી ગતિએ આવેલી' કારમાં બ્લાસ્ટ થયો (ન્યૂઝફર્સ્ટ) : દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ સમય અને સ્થળની સત્તાવાર પુષ્ટિ કરી : રેડ લાઈટ પર ઊભેલા વાહનમાં જ વિસ્ફોટ થતાં આસપાસના અન્ય વાહનોને પણ મોટું નુકસાન પહોંચ્યું : ભીષણ ઘટનાની તપાસ ચાલુ9:09 PM IST
લાલ કિલ્લા પાસે ધમાકો : PM નરેન્દ્રભાઈ મોદીએ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો : ગૃહમંત્રી અમિતભાઈ શાહે LNJP હોસ્પિટલ પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી : ઘટનાસ્થળની નજીક જમીન પરથી એક જીવતો કારતૂસ મળી આવ્યો : વિસ્ફોટમાં મૃત્યુઆંક ૧૩ : વડાપ્રધાને 'સખત તપાસ' અને દોષિતો સામે કડક કાર્યવાહીનો આપ્યો નિર્દેશ : સ્પેશિયલ સેલે એક શંકાસ્પદને પકડ્યો, NIA-NSG તપાસમાં : દેશભરમાં CISF સુરક્ષા હેઠળના સ્થળો તથા અયોધ્યા-કાશીમાં હાઈ અલર્ટ10:08 PM IST
લાલ કિલ્લા ધમાકો: વિસ્ફોટ હરિયાણા નંબર પ્લેટવાળી 'i20' કારમાં થયો હતો : મૃત્યુઆંક વધીને ૧૩ : કાર માલિક નદીમ ખાનનું નામ સામે આવ્યું : સોમવારે સાંજે ૬:૫૨ કલાકે ગૌરી શંકર મંદિર નજીક થયેલા હાઈ ઇન્ટેન્સિટી બ્લાસ્ટમાં બે ડઝનથી વધુ ઘાયલ : ધમાકા સમયે કારમાં ૩ લોકો સવાર હોવાની માહિતી : ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્થિતિનો તાગ મેળવ્યો : NSG-NIA-FSL દ્વારા સઘન તપાસ શરૂ10:21 PM IST
બોલીવુડના દિગ્ગજ વિલન અભિનેતા પ્રેમ ચોપરાની તબિયત લથડી : છાતીમાં જકડન થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ : ૯૦ વર્ષીય વેટરન એક્ટર પ્રેમ ચોપરા શનિવાર (૮ નવેમ્બર) થી હોસ્પિટલમાં : હાલતમાં સુધારો થતાં ૩-૪ દિવસમાં રજા અપાશે : ૬૦ વર્ષની લાંબી કારકિર્દીમાં ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું : ‘પ્રેમ નામ હૈ મેરા’ ડાયલોગથી ઘર-ઘરમાં પ્રખ્યાત10:41 PM IST
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ FIRને બોમ્બે હાઇકોર્ટમાંથી પડકારી : ₹60 કરોડથી વધુના રોકાણ કેસમાં છેતરપિંડીના આરોપોને પડકારતા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી : તેમની સંબંધિત ફોજદારી રિટ અરજીઓમાં, તેમણે એફઆઈઆરને "ખોટી, દ્વેષપૂર્ણ અને બનાવટી" ગણાવી : આ કેસ બેસ્ટ ડીલ ટીવી પ્રા. લિ. નામની કંપની સાથે સંબંધિત11:00 PM IST
લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટથી દિલ્હી હચમચી ગયું: કોંગ્રેસે સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા : વિપક્ષે સત્ય બહાર આવે તેવી માંગ કરી : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ પર કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી : કોંગ્રેસ પાર્ટીએ રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે અને ગૃહ મંત્રાલય પર પણ નિશાન સાધ્યું 11:08 PM IST
દિલ્હી બ્લાસ્ટ અપડેટ: આતંકવાદી કાવતરાનો પર્દાફાશ : ગુજરાત એટીએસ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ફરીદાબાદ ખાતેથી ૩ ટન વિસ્ફોટક સામગ્રી કબજે લીધીતી: જમ્મુ અને કાશ્મીરમાં પણ સુરક્ષા દળોએ એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપતા પહેલા જ તેને અટકાવી દીધી હતી: એજન્સીઓ માની રહી છે કે આ ત્રણેય ઘટનાઓ એક જ મોટા આતંકવાદી કાવતરાનો ભાગ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીને હચમચાવી દેવાનો હતો11:15 PM IST
ના ખીલા કે ના ખાડો :મૃતકોના શરીર કાળા નથી: દિલ્હી બોમ્બ વિસ્ફોટ સંબંધિત 5 સંકેતોથી તપાસ ટીમ પરેશાન : વિસ્ફોટના સ્થળે કોઈ ખાડો ન હોવાથી, વિસ્ફોટમાં કયા પ્રકારના વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો તે અંગે અધિકારીઓ હાલમાં અનિશ્ચિત છે. વધુમાં, ઘટનામાં ઘાયલ થયેલા અથવા માર્યા ગયેલા લોકોના શરીર પર કાળાશ પડતા નથી.12:48 AM IST

ધરણા......

આક્રોશ.....

દેશનો તાત.....

અગ્નિવીર....

યે કશ્મીર હૈ.....
અકિલા સોશ્યિલ મીડિયાસંઘની શતાબ્દી નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન : મુખ્યમંત્રીના હસ્તે પ્રદર્શની અને મલ્ટિમીડિયા શૉનું લોન્ચિંગ કરાયું:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત સો વર્ષથી 'રાષ્ટ્ર પ્રથમ'ના ભાવ સાથે આગળ વધતો રહ્યો છે:સંઘે આપેલા પંચ પ્રણને સાકાર કરી વિકસિત ભારત માટે કટિબદ્ધ બનીએ:સંઘે હંમેશાં વ્યક્તિ નિર્માણ પર ભાર મૂકીને રાષ્ટ્રસેવાને સમર્પિત યુવાનો તૈયાર કર્યા છે: મુખ્યમંત્રી 8:17 PM IST
ડ્રગ્સનું ફકત ચેકીંગ નહીં, રેલવે સ્ટેશનો પર લોક જાગૃતિ કાર્યક્રમો : લોકો, સરકાર આફ્રિન : યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી રોકવા CID વડા ડૉ કે. એલ. એન. રાવે રેલવે પોલીસને નવો રાહ ચીંધ્યો....: વતનમાં જતા પરપ્રાંતિઓ માટેની કપરી વ્યવસ્થામાં રેલવે પોલીસનું સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ફુલ્લી પાસ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જાહેર નોંધ લેવાઇ10:19 AM IST
નવસારીના બિલિમોરામાં બિશ્નોઈ ગેંગના સભ્યો સાથે પોલીસનું એન્કાઉન્ટર : ક્રોસ-ફાયરિંગમાં ૧ આરોપી ઘાયલ, ૪ ઝડપાયા : સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ પર આરોપીઓએ ફાયરિંગ કરતાં વળતો જવાબ અપાયો : પોલીસે ૩ દેશી પિસ્તોલ અને ૨૭ જીવતા કારતૂસ જપ્ત કર્યા : હાલ પરિસ્થિતિ કાબૂમાં : FIR નોંધાયા બાદ વધુ વિગતો જાહેર કરાશે2:24 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા 1500થી વધુ એડવોકેટશ્રીઓને ગાંધીનગરમાં પ્રમાણપત્ર એનાયત અને નોટરી પોર્ટલ લોન્ચિંગ કરશે : ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી માં બુધવારે સવારે યોજાનારા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કાયદા રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરીયા સહભાગી થશે5:01 PM IST
આતંકવાદી તત્વો સામે મહાયુદ્ધના મોરચા જેવી આવી છે તૈયારીઓ : દિલ્હીની ઘટનાથી આજ સવાર સુધી સૌરાષ્ટ્રના સાગરમાં સોશ્યલ ઓપરેશન ગ્રુપ ,મરીન પોલીસ, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ સાથે આંખનું મટકું માર્યા વગર ટાપુઓ સહિત તમામ બાબતોની સઘન ચેકીંગ ચાલુ છે : ગળહમંત્રી, મુખ્ય પોલીસ વડાના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ કોઇ પણ પરિસ્થિતને પહોચી વળવા સક્ષમ છે, રાજકોટ રેન્જ પોલીસ પણ આવા તત્વોને ભરી પીવા સક્ષમ છે,અફવાને બળ આપવાને બદલે નાગરિક ધર્મ બજાવી પોલીસને શકમંદ પ્રવળતિઓ અને લોકો વિશે માહિતી આપવા ઉતર સૌરાષ્ટ્રના વડા એવા રેન્જ વડાની લોકોને અપીલ : ભૂતકાળમાં પકડાયેલ શકમંદ તત્વોની આકરી પૂછપરછ, હાલની પ્રવળતિઓ, તેમના સંપર્ક સૂત્રો, મોબાઇલ, વોટ્સએપ ચેટ પણ ચકાસવામાં આવી રહ્યાં છે, અકિલા સમક્ષ આતંકી ઘટના પછીના વધુ સઘન પગલાંઓનુ અશોક કુમાર યાદવ અથ થી ઈતિ સુધીનું વર્ણવે છે1:01 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન સહાય આપવાનો રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય : પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂ. ૨૨,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી : વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઊંડાણપૂર્વક રસ લઈને કરેલી રજૂઆત અને તેમના માર્ગદર્શન હેઠળ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય : પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે આજ તા. ૧૧ નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાશે : ખેડૂતો પોતાના ગામના VCE/VLEના માધ્યમથી આગામી ૧૫ દિવસ સુધી સહાય માટે પોર્ટલ પર અરજી કરી શકશે11:01 AM IST
અનોખું નિવૃતિ વિદાયમાનઃ પોતાના સ્થાને એ પીઆઇએ પોતાના ડ્રાઇવરને બેસાડી..પોતે ડ્રાઈવર બની ઘેર મૂકવા ગયા : સુરત સીપી અનુપમસિંહ ગેહલોતના માનવીય અભિગમની પોઝિટિવ અસર અન્ય અધિકારીઓ સુધી પહોંચી રહી છે: સુરતના sog પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીએ અનોખું ઉદારહણ પૂરું પાડી..રાજ્ય પોલીસ તંત્રની વાહવાહી મેળવી2:17 PM IST
બાંદ્રાથી સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદને જોડતી પાલિતાણા-ભાવનગર સુધીની સ્પેશિયલ ટ્રેન દોડાવાશે : પશ્ચિમ રેલવે દ્વારા જૈન ધર્મના લોકોની માંગણીને ધ્યાને લઈને મુંબઈના બાંદ્રાથી પાલિતાણા-ભાવનગર સુધી વિશેષ ટ્રેન ખાસ દરની ટિકિટે દોડાવવાનો નિર્ણય: આ ટ્રેન સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર સ્ટેશને આવતા અને જતા ઉભી રહેશે10:20 PM IST
ઉચ્છલ તાલુકાના હરીપુર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નવનિર્માણાધિન સમારોહ યોજાયો : રાજ્યપાલએ ઉચ્છલના હરિપુરા ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રનું ઇ-ખાતમુહૂર્ત કર્યું: ખેડૂતોને પ્રકૃતિક ખેતીના પાંચ આયામોનો ઉપયોગ કરી આરોગ્યપ્રદ ઉત્પાદન મેળવવા અનુરોધ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: રાસાયણિક ખાતરો જમીનને હાનિ પહોંચાડતા હોવાથી ખેડુતોને યુરિયા ડીએપીનો ત્યાગ કરી પ્રકૃતિક પદ્ધતિ અપનાવવા રાજયપાલએ પ્રેરિત કર્યા8:06 PM IST
માણસાના સોજા ગામે દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયાં : સોજા ગામ એકતાના બળે વડાપ્રધાનના "વિકાસ ભી, વિરાસત ભી"ના મંત્રને સાકાર કરી રહ્યું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: દેવી ભાગવતનું શ્રવણ કરવાથી માતાના સ્વરૂપો અને પરાક્રમોના જ્ઞાન સાથે સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવનાને બળ મળે છે: સોજા ગામ સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી આદર્શ ગામ બને7:28 PM IST
સ્પીપા, અમદાવાદ ખાતે અખિલ ભારતીય સેવા તથા કેન્દ્રિય લોક સેવાના ૮૩ અધિકારીઓનો શરુ થયેલ સ્પેશીયલ ફાઉન્ડેશન કોર્સ : હાલનો સ્પેશીયલ ફાઉન્ડેશન કોર્સ વર્તમાન સમયના પડકારોનો સામનો કરવા માટે નવીન રીતે ડીઝાઇન થયેલ છે:હસમુખ અઢિયા:જ્ઞાન અને કુશળતા અધિકારીના દિશાસૂચક છે, શિસ્ત અધિકારીના જીવનમાં સૌથી મહત્વની બાબત: ઉદિત અગ્રવાલ6:43 PM IST
પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ના અમલીકરણમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે : નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ કોન્ક્લેવમાં પીએમ જનમનના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ‘બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ’નો પુરસ્કાર : પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 14,552 આવાસો મંજૂર કરવામાં આવ્યા : ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના 6630 ઘરોમાં વીજળી સુવિધા પૂરી પાડીને ગુજરાતે આદિજાતિ સમુદાયોના ઘરોમાં 100 ટકા વીજળીકરણ પૂર્ણ કર્યું12:22 PM IST
બદલાતા જતા ઋતુચક્ર સામે હવે ખેડૂતોએ ‘ક્લાયમેટ સ્માર્ટ’ કૃષિ કરવી પડશે : રાસાયણિક ખાતરોના અતિરેકથી કડક બનેલી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવું પડશે તો વરસાદી પાણી જમીન અંદર ઉતરશે : ક્લાયમેન્ટ રેઝિલયન્સ એવી બાયોટિક, એબાયોટિક જાતોની વાવણીથી વધુ ઠંડી કે ગરમીમાં પણ પાક ઉપજાવી શકાય છે :ક્લાયમેટ ચેન્જની અસર સામે ખેડૂતોએ સંકલિત પાક પદ્ધતિ અપનાવી આંતર, મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે3:03 PM IST
‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ :નવા સચિવાલય કેમ્પસમાં મહિલા મંડળ સંચાલિત સ્વદેશી ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અંદાજે ૧.૨૦ લાખથી વધુ પાણી બોટલનું વેચાણ : પ્રતિ બોટલ રૂ. ૭ના દરે ચાર મહિનામાં રૂ. ૧૧ લાખથી વધુની કિંમતની બોટલનું વેચાણ : પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક બોટલને સ્થાને કાચની બોટલનો ઉપયોગ3:06 PM IST
નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૮ હજારથી વધુ વિવિધ પ્રવૃતિઓ દ્વારા ૩૫ લાખથી વધુ નાગરિકોને જાગૃત કરાયા : રેલીઓ, સાઈન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું : નાગરિકોએ સહભાગી બનીને આ અભિયાનને બહોળો સહયોગ-પ્રતિસાદ મળ્યો 3:09 PM IST
નરેન્દ્રભાઈ મોદીના સુરત પ્રવાસને લઈને પોલીસ એલર્ટઃ અનુપમસિંહ ગેહલોત : સુરત ખાતે ટૂંકી મુલાકાત અને પોતાનો ડ્રીમ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ લઈને થતી તૈયારીઓને સ્થળ નિરીક્ષણ સાથે વિકાસલક્ષી કાર્ય સાથે સમીક્ષા સાથે ગુજરાત પ્રશાસન તૈયારી શરૂ કરી સાથે સાથે વડાપ્રધાન મોદીની સુરક્ષાની બંદોબસ્તની તૈયારી માટે અત્યારથી જ એરપોર્ટ અને શહેરના અમુક વિસ્તારના નિરીક્ષણ અર્થે જવાને લઈને પોલીસ કમિશનર ઉચ્ચ અધિકારી સાથે મીટીંગનો દોર શરૂ2:23 PM IST
નવાગામ પાસે ૨.૮૮ લાખનો દારૂ ભરેલું છોટાહાથી ઝડપાયું: એલસીબી ઝોન-૧નો કુવાડવા રોડ પર દરોડો: એ.એસ.આઇ. મનરુપગીરી ગૌસ્વામી, હેડકોન્સ. હિતેશભાઇ પરમાર અને કોન્સ. રવિરાજભાઇ પટગીરની બાતમી, પીએસઆઈ બી.વી. ચુડાસમા અને ટીમની ડીસીપી હેતલ પટેલની રાહબરીમાં કામગીરી : સિદ્ધાર્થ સોસાયટીના શૈલેષ મૂંધવાની ધરપકડ, કુલ રૂપિયા ૬.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત9:58 PM IST
રાજકોટ શહેરી વિસ્તારના મતદારોને કારણે મતદારયાદી ઝુંબેશમાં રાજકોટ રેડ ઝોનમાં: કલેકટરે ગતરાત્રે ૯ વાગ્યા સુધી ‘વીસી' લીધી!! : ચૂંટણી પંચના નિયમો મુજબ ર૦૦ર માં કયા વિધાનસભા ક્ષેત્રમાં નામ હતું તે મોટો ભાગના મતદારોને ખબર નથીઃ ભારે વિટંબણા : મામલતદારો- BLOને ભારે દોડધામ, મતદારો સહકાર આપતી નથીઃ નાગરીકો મતદારોને સહકાર આપવા કલેકટર તંત્રની અપીલ : રાજકોટ આસપાસની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ લોકો ર૦૦ર નું કાઇ યાદ નથી તો નામો નીકળી જવાનો ભયઃ જો નામો નીકળશે તો ફરી દાખલ કરવા પડશે : તમામ કામો પડતા મૂકી ‘SIR'ની કામગીરી ઉપર જ લક્ષ્ય રાખવા ડો. ઓમપ્રકાશના આદેશો2:47 PM IST
કનેસરામાં રિસામણે બેઠેલી રાજકોટની વિલાશબેન પર પતિ, દિકરી સહિતનો હુમલોઃ પગ ભાંગી નાંખ્યા : કોઠારીયા રણુજા મંદિર પાછળ શ્યામ પાર્કમાં રહેતાં પતિ રમેશ કુકડીયા, દિકરી હિરલ, બહેન ભારતી અને જમાઇ હરેશે રાતે ઘરમાં ઘુસી જઇ પાઇપના ઘા ફટકાર્યાઃ મહિલા રાજકોટ સારવાર હેઠળ : ચારિત્ર્ય પર શંકા કુશંકા થતી હોઇ વિલાશબેન નવ મહિનાથી માવતરે છેઃ રાજકોટથી કનેસરા પહોંચી રાતે બે વાગ્યે ઘરમાં ઘુસી તૂટી પડયાઃ ભાડલા પોલીસે ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો10:55 AM IST
દિલ્હીમાં કાર બ્લાસ્ટને પગલે રાજકોટ પોલીસ તંત્ર એલર્ટઃ ઠેકઠેકાણે સઘન ચેકીંગઃ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મુખ્ય નાકાઓ પર રાતભર ખાસ તપાસ : ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ક્રાઇમ ભરત બસીયા, એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા અને ટીમોએ ઠેકઠેકાણે ચેકીંગ કર્યુઃ તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, બ્રાંચો દ્વારા પણ તપાસ કરવામાં આવીઃ ડોગ સ્ક્વોડને સાથે રાખી ઘનીષ્ઠ ચેકીંગ2:14 PM IST
રાજકોટમાં ક્રિકેટ ફીવરઃ બન્ને ટીમોનું આગમનઃ ગુરૂવારે પ્રથમ મુકાબલો : ભારત એ અને સાઉથ આફ્રિકા એ વચ્ચે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે તા.૧૩,૧૬ અને ૧૯ નવેમ્બરે વન-ડે મેચો : તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ જેવા યુવા ક્રિકેટરો આકર્ષણ જમાવશેઃ દર્શકો માટે ફ્રી એન્ટ્રીઃ આજે અને કાલે બન્ને ટીમો નેટ પ્રેક્ટીસ કરશેઃ હાઈસ્કોરીંગ મેચ જામશે : ગુરૂવારે અને રવિવારે ડે એન્ડ નાઈટ મેચ (બપોરે ૧:૩૦ વાગ્યાથી શરૂ) અને બુધવારનો મેચ સવારે ૯ વાગ્યાથી શરૂ થશે2:58 PM IST
સિન્ક્રો ઇલેક્ટ્રિકલ્સ પ્રા.લિ.ના પ્રારંભ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના હેતુ સાથે‘‘ચાલો, જીવનની ઉજવણી અલગ રીતે કરીએ'' અંતર્ગત કાલે કાર્યક્રમ : લોકસાહિત્યના સુપ્રસિધ્ધ કલાકારો માયાભાઈ આહિર તથા રાજભા ગઢવીનો લોકડાયરોઃ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડિત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ યોજાશેઃ કૃણાલ ડોબરીયા, જય સંખારવા3:22 PM IST
પ્રોજેકટ મોનીટરીંગ યુનિટની કામગીરી માટે એજન્સી નિમણુંકની દરખાસ્ત ફગાવાઇઃ નામંજુર : મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ વિકાસકામોના ૮૮.૭૦ કરોડનો ખર્ચ મંજુર : અધધ...૭.૬૭ કરોડના ખર્ચથી શાસકો અચંબામાં: ડી.પી રોડની માપણી, વિવિધ કાર્યક્રમોમાં એલઇડી- લેસર શો નો કોન્ટ્રાકટ આપવા તથા બે મશીન ખરીદવાની દરખાસ્ત રીટેન્ડર! ગત સ્ટેન્ડિંગમાં સામાકાંઠે શાળાનું મકાન ટ્રસ્ટને સોંપવાના નિર્ણય ફરી પેન્ડીંગઃ પર પૈકી ૪૫ દરખાસ્તોને હરીઝંડી : નેહલ શુકલનો વિરોધઃ આતશબાજીનું ઇ-ટેન્ડર કરવાના બદલે ૮.૪૦ લાખનો ખર્ચ કેમ મંજૂર કર્યો ? રજિસ્ટરમાં સહી ન કરી3:53 PM IST
વિવાદોથી ઘેરાયેલા જુનાગઢના મહાદેવભારતી બાપુ ફરી લાપત્તા : તમે મારી ચિંતા ન કરો, મારે હવે અહિં નથી રહેવું, હું કોઇ પણ જગ્યાએ જઇશે, મારે ભોળાનું ભજન કરવું છે, મારા ઘણા સેવકો છે : થોડા દિવસ પહેલા ગૂમ થયા બાદ ૬ દિવસે મળેલા ભારતી બાપુ બે દિવસ પરિવાર સાથે રહયા બાદ આજે વહેલી સવારથી કયાંક ચાલ્યા જતા શોધખોળ 2:46 PM IST
જુની અદાવતને લીધે ઉપલેટામાં નોનવેજના ધંધાર્થી રીયાઝ પર હીચકારો હુમલાઃ પાંસળીઓ ભાંગી ગઇ : રીયાઝ કેજીએન ચોકમાં હતો ત્યારે પહેલા અવેશ, અકરમે આવી ગાળો દીધી, પછી બીજા બે આવ્યા અને તૂટી પડયા : અવેશ, અકરમ, વસીમ ઉર્ફ બીડી અને અજાણ્યાએ છરી-પાઇપના ઘા ઝીંક્યાઃ જતાં જતાં ધમકી દીધી કે-ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખશું1:16 PM IST
દેવભૂમિ દ્વારકા ના જિલ્લા ના અલગ-અલગ પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન ૪ તેમજ પોરબંદર જિલ્લા ના રાણાવાવ પો.સ્ટે.ના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા : જુઓ વિડિયો : રાજુ મુરૂભાઇ કોડીયાતર જાતે રબારી રહે.ડોકામરડાનેશ તા.જામજોધપુર જિ.જામનગર વાળાને ગંગા જમના હોટલ, ભાણવડ પાટીયા પાસેથી પકડી પાડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી4:17 PM IST
ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સાંસદ ખેલ મહોત્સવ-2025નો પ્રારંભ : કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ દિલ્હીમાં થયેલાં કાર વિસ્ફોટને લઈને બે મિનિટનું મૌન પાળી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી : દોડ, કુદ અને ફેંક વિભાગની ઇવેન્ટ તેમજ મનોરંજન રમતોની અંદર રમતવીરો પોતાનું કૌવત બતાવશે : તા.16,17 અને 18 ડિસેમ્બરથી શક્તિ કેન્દ્રો ખાતે, તા.20,21,22 ડિસેમ્બરથી તાલુકા અને ઝોનલ કક્ષાની રમતનું આયોજન : તા.25 ડિસેમ્બરે સાંસદ ખેલ મહોત્સવનું સમાપન 3:17 PM IST
ચરાડવામાં શ્રી મહાકાળી આશ્રમે પૂ.દયાનંદગીરીજી મહારાજના આશીર્વાદથી પૂ.અમરગીરી મહારાજના સાનિધ્યમાં ‘‘ગુરૂ આશીર્વાદ સમુહલગ્ન'' : સમુહ લગ્નમાં જોડાવવા ઈચ્છુકોએ ૩૦ માર્ચ સુધીમાં નામ નોંધાવી આપવા : અખાત્રીજે ૫૧ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશેઃ સ્વ. કમલેશભાઈ ઉદયશંકર રાવલના સ્મરણાર્થે તેમના સુપુત્ર દિવ્યાંગભાઈ કમલેશભાઈ રાવલ તથા રાવલ પરિવાર તરફથી આયોજન11:33 AM IST
ચૂંટણી પંચની બેદરકારીનો ભોગ બની બે સ્થળે મતદારયાદીમાં નામ ધરાવતા નિર્દોષ મતદાતાઓને કાનૂની રક્ષણ મળે તે જરૂરી. : ચુંટણીપંચની ગાઈડ લાઈન મુજબ એન્યુમરેશન ફોર્મ ફરજિયાતપણે મતદાતાઓના ઘરે જઈ રૂબરૂમાં જવાબદાર વ્યક્તિને જ સોંપવામાં આવે : કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખની રાજયના મુખ્ય ચુંટણી કમિશ્નરશ્રીને મતદારોના વિવિધ મુદે રૂબરૂ રજુઆત4:09 PM IST
જાપાને બનાવ્યો અનોખો રેકોર્ડઃ ૧૦૦ વર્ષની ઉંમરવાળા ૧ લાખ લોકો : જાપાનના લોકોના લાંબા જીવનનું મોટું રહસ્ય તેમના ખાન-પાનમાં છૂપાયેલું: ૮૦ ટકા લોકો પેટ ભર્યા બાદ ખાવાનું બંધ કરી દેતા હોય છે : ઉંમર ગમે તેટલી વધી જાય, પોતાના બાળકો પર નિર્ભર નથી રહેવાનું. મનથી કાયમ યુવાન રહેવાનું છે. લોકો સાથે હળીમળીને-હસી મજાક કરીને રહેવાનું10:06 AM IST
6 વર્ષ અગાઉ લોન્ચ કરેલ ચંદ્રયાન 2 એ આપ્યા સારા સમાચાર : ઇસરોએ એક અપડેટ આપતા જણાવી માહિતી:ચંદ્રના ધ્રુવીય પ્રદેશોની ઊંડી સમજ મેળવવા માટે ચંદ્રયાન-2 મિશનના ઓર્બિટરમાંથી એડવાન્સ ડેટા એકત્રિત કર્યા: ભવિષ્યમાં ચંદ્રના અધ્યયન માટે મોકલવામાં આવતા મિશનની દિશમાં ભારતનું પ્રમુખ મૂલ્ય સંવર્ધન હોવાની વાત કરી7:04 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST





































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



















































































































































































































