News of Saturday, 6th September 2025
ગુજરાતના 30 જિલ્લાના 177 તાલુકામાં આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધી મેઘ મહેર : વલસાડના કપરાડામાં સૌથી વધુ 6.61 ઇંચ વરસાદ
રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 6.61 ઈંચ, ત્યારબાદ બોટાદમાં 3.5 ઈંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઈંચ, સાબરકાંઠાના તલોદમાં 2.99 ઈંચ અને પોશીનામાં 2.83 ઈંચ વરસાદ નોંધાયો : આ સાથે રાજકોટ શહેરમાં પણ 1.61 ઇંચ વરસાદ

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની સિઝન વધુ સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના 30 જિલ્લાના કુલ 177 તાલુકામાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જ્યારે ઘણા સ્થળોએ હળવો વરસાદ પણ પડ્યો છે.
આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નોંધાયો છે, જ્યાં 6.61 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારબાદ બોટાદ તાલુકામાં 3.5 ઇંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 2.99 ઇંચ અને પોશીનામાં 2.83 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં 2.83 ઇંચ, સાણંદમાં 2.68 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.6 ઇંચ, અરવલ્લીના બાયડમાં 2.4 ઇંચ અને પાટણના રાધનપુરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, અરવલ્લીના ભિલોડામાં 2.05 ઇંચ, મોડાસામાં 1.89 ઇંચ, ધોરાજીમાં 1.85 ઇંચ, પાટણ શહેરમાં 1.73 ઇંચ અને મહેસાણાના કડીમાં પણ 1.73 ઇંચ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં 1.61 ઇંચ, જામનગરના કાલાવડમાં 1.61 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 1.57 ઇંચ અને વડોદરા શહેરમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ એક ઇંચથી લઈને અડધા ઇંચ સુધીનો વરસાદ થયો છે. આંકડા દર્શાવે છે કે સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર ચાલુ રહી છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
