<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

સોમવારથી વિધાનસભા સત્રઃ પાંચ વિધેયકોઃ ખરાબ રસ્‍તા, પુલ વગેરે મુદે ઘેરાવનું કોંગ્રેસનું એલાન

સત્ર લંબાવવાની અને ગંભીર પ્રશ્નોની ચર્ચાની માંગણી સરકારે સ્‍વીકારી નહિઃ વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને ઉપનેતા શૈલેષ પરમારની અકિલા સાથે વાતચીતઃ પ્રથમ દિવસે શોક ઠરાવ અને પ્રશ્નોતરી બાદ ગૃહ મોકુફ

રાજકોટ તા. ૬ : ગુજરાત વિધાનસભાનું ૩ દિવસીય ચોમાસુ સત્ર સોમવાર તા. ૮ બપોરથી શરૂ થનાર છે. સરકાર તેમાં પાંચ વિધેયકો રજુ કરવા ઉપરાંત ઓપરેશન સિંદૂર અને જી. એસ. ટી. માં રાહત બાબતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્ર સરકારએ અભિનંદન આપતો  પ્રસ્‍તાવ સરકાર રજૂ કરશે. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રજાકીય પ્રશ્ને સરકારને ભીડવવા માંગે છે. કોંગ્રેસ જનઅધિકારી મુદ્‌્‌ે ગૃહની શરૂઆત પૂર્વ વિધાનસભાને ઘેરાવ કરવાનું એલાન કર્યું છે.

વિપક્ષી નેતા શ્રી તુષાર ચૌધરીએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે સત્ર લંબાવવાની અને પુલ દુર્ઘટના જેવા મુદ્‌્‌ે ગૃહમાં ચર્ચા કરવાની અમારી માંગણી સ્‍વીકારી નથી. વોટ ચોરી, ગુજરાતમાં રસ્‍તાની ખરાબ હાલત, કેટલીક જગ્‍યાએ અતિવૃષ્‍ટિથી નુકશાન વગેરે મુદ્‌્‌ા ઉઠાવશું. સરકારના ભ્રષ્‍ટાચારને ઉજાગર કરશું.

વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે અકિલાને જણાવેલ કે રસ્‍તાની અને ઘણા પુલોની હાલત ખરાબ છે. છતાં સરકારે ચર્ચાની માંગણી સ્‍વીકારી નથી. ગુજરાત કોંગ્રેસ દ્વારા સવારે ૧૦ વાગ્‍યે જનઅધિકાર માટે કાર્યકરો દ્વારા વિધાનસભાને ઘેરાવનું આયોજન છે. જી. એસ. ટી. માં લોકોને પાયમાલ કર્યા પણ સરકારે હવે છેતરામણી જાહેરાત કરી છે.

(5:04 PM IST)