News of Saturday, 6th September 2025
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આંતરરાષ્ટ્રીય છેતરપીંડીનો પર્દાફાશ કર્યો : ત્રણ સિરિયન નાગરિકોને ઝડપી લેવાયા
ગાઝાના પીડિત હોવાનો દાવો કરી અમદાવાદ અને દિલ્હીની મસ્જિદોમાં રોકાઈ લોકોની લાગણીઓનો ફાયદો ઉઠાવી ચંદો ભેગો કરતા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આંતરરાષ્ટ્રીય છેતરપીંડીનો પર્દાફાશ કર્યો છે. ગાઝાના પીડિત હોવાનું ખોટું દાવો કરીને મસ્જિદોમાંથી ચંદો ભેગો કરનાર ત્રણ સીરીયન નાગરિકોને પોલીસે ઝડપી પાડ્યા છે.
પ્રારંભિક માહિતી મુજબ, શાહ આલમ વિસ્તારમાં હોટલમાં રોકાયેલા અલી મેધાત અલઝહેર નામના સીરીયન નાગરિકને પકડી પૂછપરછ કરતાં ખુલ્યું કે તે ખોટી ઓળખ આપી ગાઝાના શરણાર્થી હોવાનો દાવો કરતો હતો.
વધુ તપાસમાં તેના ત્રણ સાથીઓ – ઝકરીયા, યુસુફ અને અહમદ – પણ ભારતમાં હોવાની માહિતી મળી. ક્રાઇમ બ્રાંચે તરત જ ત્રણેય પર Look Out Circular (LOC) જાહેર કરાવ્યો. બાદમાં 3 સપ્ટેમ્બરે, દિલ્હી એરપોર્ટ પર દુબઈ મારફતે સીરીયા જવાના પ્રયાસ દરમિયાન તેઓ LOC આધારે પકડાઈ ગયા.
તપાસમાં બહાર આવ્યું કે-તેઓ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા.
અમદાવાદ અને દિલ્હીની મસ્જિદોમાં રોકાઈ લોકોની લાગણીઓનો ફાયદો ઉઠાવી ચંદો ભેગો કરતા હતા.
પૈકી અહમદ અગાઉ પણ બે વખત આવી ચંદો એકત્રિત કરી લખનઉ અને દિલ્હીમાં જઈ ચૂક્યો હતો.
ત્રણેય પરસ્પર સગા છે અને પરિવારજનો સાથે ગૂંચવણભર્યું છેતરપીંડી જાળ રચ્યું હતું.
પકડ સમયે ત્રણેય પાસેથી કુલ $2985 અમેરિકન ડોલર (અહમદ પાસેથી $1290, યુસુફ પાસેથી $975 અને ઝકરીયા પાસેથી $720) જપ્ત થયા.
હાલમાં આ સીરીયન નાગરિકો ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં છે. તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ ચંદાનો સાચો હેતુ શું હતો – માત્ર છેતરપીંડી કે પછી પાછળ કોઈ મોટો નેટવર્ક કાર્યરત છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
