News of Saturday, 6th September 2025
વડોદરામાં ફરી હિટ એન્ડ રન:અજાણ્યા વાહને યુવતીને 300 મીટર સુધી ઢસડી: એક યુવતીનું મોત: એક ગંભીર
ફતેગંજ બ્રિજ પાસે અજાણ્યા વાહને 2 યુવતીઓને અડફેટે લીધી: વાહન ચાલકની શોધખોળ

વડોદરા શહેરમાં ફરીથી હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ફતેગંજ બ્રિજ પાસે અજાણ્યા વાહને 2 યુવતીઓને અડફેટે લીધી હતી. જેમાં મોડી રાત્રે નોકરીથી ઘરે જતી યુવતીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં પૂરઝડપે જતા વાહને મોપેડ સવાર યુવતીઓને અડફેટે લીધી હતી.
અકસ્માતના આ બનાવમાં એક યુવતીનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય યુવતીની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
અકસ્માત એટલો જોરદાર હતો કે યુવતીને 300 મીટર સુધી ઢસડીને બ્રિજ પર લઈ ગયો હતો. આ અંગે ફતેગંજ પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
