News of Saturday, 6th September 2025
સેલંબા ગણપતિ વિસર્જન બંદોબસ્તમાં ગયેલ મહિલા પોલીસ કોન્ટેબલના પતિએ વ્હેમ રાખી પોલીસ વરદીમાં પત્નીને માર મારતા ફરિયાદ
પતિ અવાર નવાર ફોન કરતા હતા પરંતુ ગણપતિ વિસર્જનમાં અવાજ વધુ હોય જેથી મોબાઇલ ઉપર વાત નહીં થતા પત્ની કોઇ અન્ય પુરૂષ સાથે ફરવા ગઇ હશે તેવો વહેમ રાખી માર માર્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા પોલીસ સ્ટેશન માં પો.કો. તરીકે ફરજ બજાવતા મહિલાને તેમના પતિએ ખોટો વહેમ રાખી માર મારવાની ઘટના બાદ પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો દાખલ થયો છે.
રાજેશ્રીબેન હિતેન્દ્રભાઈ માનસીંગભાઈ વસાવા (પોલીસ કોન્સ્ટેબલ, દેડિયાપાડા પો.સ્ટે.) (હાલ રહે.ડેડીયાપાડા પોલીસ લાઇન, તા.ડેડીયાપાડા.જી.નર્મદા) નાઓ સેલંબા ગણપતિ વિસર્જનના બંદોબસ્તમાં હતા તે વખતે તેમના પતિ હિતેન્દ્રભાઇ અવાર નવાર ફોન કરતા હતા પરંતુ ગણપતિ વિસર્જન શોભાયાત્રામાં ઢોલ ત્રાસા વગાડવાનો અવાજ વધુ હોય જેથી મોબાઇલ ફોન ઉપર વાત થઈ શકતી ન હોય જેથી પતિને લાગેલ કે પત્ની કોઇ અન્ય પુરૂષ સાથે મોટર સાયકલ ઉપર બેસીને ફરવા માટે ગઇ હશે તેવો શક વહેમ રાખી પત્ની ને ગમે તેમ ગાળો બોલી ત્યાથી ઘરે જવા માટે લઇ જતા હતા તે વખતે પત્નીના હાથમા રહેલ લાકડી ઝુટવી લઇ ચાલતા જતા હતા તે વખતે પતિ પત્નીને મારવા માટે લાકડી ઉગામતો હતો તે વખતે પત્ની એ જણાવેલ કે હુ પોતે પોલીસ ડ્રેસમા છુ તો મને અહી મારતા નહી તેવુ કહેતા પતિ એકદમ આવેશમા આવી જઇ તેના હાથમાં રહેલ લાકડીનો એક ફટકો પત્નીને માથામા કપાળના ભાગે મારી દેતા ચામડી ફાટી લોહી નીકળી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય સાગબારા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
