News of Saturday, 6th September 2025
ડેડીયાપાડાના કુકરદા ગામે ગણપતિ વિસર્જન વખતે નજીવી બાબતે યુવાનના માથામાં નારિયેળ મારી ઇજા કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામે નજીવી બાબતે એક યુવાનના માથામાં નારિયેળ મારી ઇજા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર સિધ્ધાર્થભાઈ સુરેશભાઈ વસાવા ( રહે- કેવડી નિશાળ ફળીયુ,તા.દેડીયાપાડા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ.તેઓ ગણેશ વિસર્જન કરવા માટે ગયેલ તે વખતે દામજીભાઇ દેવજીભાઇ વસાવાને પુછેલ કે, તુ કેમ મને માર મારવાનો છે તેમ પુછતા તે ગાળો બોલતો હતો તે વખતે ગણપતભાઇ દેવજીભાઇ વસાવાએ તેનુ ઉપરાણુ લઇ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંનુ નાળીયેર સિદ્ધાર્થભાઇના માથાના ભાગે મારી ઇજા પહોંચાડેલ હોય તેમજ વિલેશભાઇ દામજીભાઇ વસાવા અને પ્રિતમભાઇ નવલભાઈ વસાવા નાઓએ જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
