News of Saturday, 6th September 2025
શિક્ષક દિવસે એન.સી.સી. કેડેટ્સની માનવતા અને સમાજસેવાની મિસાલ, શિક્ષક દિવસે સાર્થક કર્યો
રસ્તા પર એક રોડ એક્સિડેન્ટ થયો, ત્યારે કેડેટ્સે તેમની પ્રશિક્ષણમાં મેળવેલી સમજદારી, શિસ્ત અને માનવસેવાના ભાવનાનો પરચો બતાવી ઘાયલોને આપી સારવાર

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપલા ખાતે ૫મી સપ્ટેમ્બર, શિક્ષક દિવસના પવિત્ર દિવસેથી ગુજરાત ઇન્ડિપેન્ડેન્ટ કંપની, રાજપીપલાના રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)ના કેડેટ્સ દ્વારા કરવામાં આવેલી માનવસેવા અને સમાજિક જવાબદારીની ઉજ્જવલ મિસાલ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી બની છે.
આશરે દસ દિવસનો એન.સી.સી. કેમ્પ પૂરો કરી ઘરે પરત ફરતા આ કેડેટ્સનો જૂથ રાજપીપલા-કેવડિયા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન જ રસ્તા પર એક ભીષણ રોડ એક્સિડેન્ટ થયો, આ પ્રસંગે આ કેડેટ્સે તેમની પ્રશિક્ષણમાં મેળવેલી સમજદારી, શિસ્ત અને માનવસેવાના ભાવનાનો પરચો લગાવ્યો અને તુરંત જ કેડેટ્સે તેમની જવાબદારી સમજી અને આપત્તિ સમયે યોગ્ય પ્રતિક્રિયા આપી. તેમણે ઘટના સ્થળે જ રહીને ઘાયલોની તાત્કાલિક સારવાર અને મદદ કરવાનું કાર્ય શરૂ કર્યું. કેડેટ્સમાંના એક યુવાને તુરંત 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કરી સ્થિતિની જાણ કરી અને તકેદારીપૂર્વક મદદ મંગાવી.
108 એમ્બ્યુલન્સ આવતા સુધીમાં, કેડેટ્સે ઘાયલ થયેલા મુસાફરોને સલામત સ્થાને પહોંચાડવા, તેમને મનોબળ આપવા અને જરૂરી પ્રાથમિક ચિકિત્સા અપાવવાના પ્રયાસો કર્યા. તેમની આ સક્રિયતા અને શિસ્તબદ્ધ વર્તણૂકથી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ખૂબ જ રાહત મળી અને જીવન હાનિનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળી.
આ પ્રસંગે એન.સી.સી.નું ઉદ્દેશ્ય માત્ર ડ્રિલ અને શસ્ત્રોનું પ્રશિક્ષણ આપવું એટલું જ નહીં, પણ યુવા પેઢી માં રાષ્ટ્રપ્રેમ, સમાજસેવા, નેતૃત્વ અને માનવીય મૂલ્યોનું સંવર્ધન કરવું તે પણ છે, તે સિદ્ધ કરીને બતાવ્યું, શિક્ષક દિન ના દિવસે જ તેમના શિક્ષકો અને પ્રશિક્ષકો દ્વારા ભણાવવામાં આવેલા સેવા અને જવાબદારીના પાઠને તેમણે વ્યવહારિક રીતે અમલમાં મૂકીને સાર્થક કર્યા.
આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે એન.સી.સી. યુવાઓને દેશનો જવાબદાર નાગરિક બનવા માટે તૈયાર કરે છે, જે આપત્તિના સમયમાં શાંતિ અને સ્મૃતિથી કામ લેતા આવે છે અને સમાજસેવા માટે સર્વદા તત્પર રહે છે. રાજપીપલાની આ એન.સી.સી. યુનિટ અને તેના સમર્પિત કેડેટ્સની આ વીરતા અને માનવસેવાની ભાવનાની પ્રશંસા અને અભિનંદનના પાત્ર છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
