News of Sunday, 7th September 2025
ગુજરાતમાં બાવળા અને દેવગઢ બારિયામાં બે ગોઝારા અકસ્માતોઃ ૬ લોકોએ જીવ ગુમાવ્યોઃ ૯ લોકો ઘાયલ
અમદાવાદના બાવળામાં કાર પલટી મારતા બે લોકો મોતઃદાહોદમાં ગોઝારો અકસ્માત, બેકાબૂ પિકઅપ પલટી, એક જ પરિવારની 3 મહિલા અને એક બાળકનું મોતઃ સાત લોકો ઘાયલ થયા:જયારે દાહોદના દેવગઢ બારિયાના ભૂત પગલા ગામે ગત મોડી સાંજે કાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત અને સાત લોકો ઘાયલ થયા

અમદાવાદઃ ગુજરાતમાં બાવળા અને દેવગઢ બારિયામાં બે ગોઝારા અકસ્માતો ૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો જયારે ૯ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ પ્રથમ દુર્ઘટનામાં અમદાવાદના બાવળા હાઈવે પર કાર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના ઓગણજથી ચોટીલા દર્શન માટે મિત્રો સાથે ગયા હતા. તેમજ ચોટીલાથી પરત ફરતા બાવળા પાસે કારે પલટી મારી અને બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.
જયારે પોલીસે ઘટના સ્થળે જઈને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે. જયારે સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા છે. આ દુર્ઘટનાનું કારણ કાર ફૂલ સ્પીડમાં હોવાનું પોલીસ હાલ માની રહી છે.
પીકઅપ વાન પલટી જતા ચાર લોકોના મોત
જયારે બીજી દુર્ઘટના દાહોદના દેવગઢ બારીઆમાં ભૂત પગલા ગામ નજીક ગત મોડી સાંજે સર્જાઈ હતી. જેમાં એક પીકઅપ વાન પલટી જતા ચાર લોકોના મોત થયા હતા. જયારે સાત લોકો ઘાયલ થયા હતા. જેમાં ભૂત પગલા ગામે ઘાસ ભરેલી પીકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
જયારે ભૂત પગલા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઘાસ લેવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જયારે ઘાસ ભરેલી પીકઅપ વાન રોડની બાજુમાં આવેલ પાણી ભરેલા ખાડામાં પલટી ખાધી હતી. પીકઅપ વાનમાં ચાલક સહિત કુલ 11 જેટલા સભ્યો સવાર હતા. બોલેરો પીકપ પલટી ખાતા એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થયા છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
