News of Sunday, 7th September 2025
ગુજરાત માહિતી આયોગનો મહત્વપૂર્ણ ચુકાદો: આયોગને પણ સંતોષકારક જવાબ ન આપી શકતા નિર્ણય
અરજદારને માંગ્યા મુજબની માહિતી ન આપવા બદલ અમદાવાદના માહિતી અધિકારીને દંડઃ રકમ ન ભરે તો પગારમાંથી વસુલવા આદેશ

ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નરોડા દક્ષિણ વોર્ડ, ઉત્તર ઝોનના જાહે૨ માહિતી અધિકારી અને ટાઉન ડેવલપમેન્ટ ઈન્સ્પેક્ટરે અરજદાર જીતેન્દ્રકુમાર લાભશંકર રવિયાને માંગ્યા મુજબની માહિતી આપવામાં અને આયોગને યોગ્ય સંતોષકારક ખુલાસો કરવામાં બેદરકારી દાખવતા ગુજરાત માહિતી આયોગે તેમને બે હજારનો દંડ ફટકાર્યો હતો અને જો દંડની રકમ ભરપાઈ ના કરે તો તેમના પગારમાંથી ઉક્ત રકમ જમા આવે.
આ કેસ ની હકીકત એવી છે કે,ફરિયાદી જીતેન્દ્રકુમાર લાભશંકર રવિયા દ્વારા નરોડા દક્ષિણ વોર્ડ,ઉત્તર ઝોનના કચેરીના માહિતી અધિકારીએ અરજદારે જે મિલકતની માહિતી માંગી હતી તે અધુરી અને અપુરતી માહિતી આપવામાં આવી હતી.અરજદારે પ્રથમ અપીલ કરતા અપીલ અધિકારીએ માંગણી મુજબની તમામ માહિતી આપવા હુકમ કર્યો હોવા છતાં જાહેર માહિતી અધિકારીએ પૂરતી માહિતી નહિ આપી પ્રથમ અપીલ અધિકારીના હુકમનો અનાદર કર્યું હતો.આથી અરજદારે અધિનિયમની કલમ 18 (1) હેઠળ ગુજરાત માહિતી આયોગમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, જે C-0986-2024થી નોંધાયેલ હતી.
આ અપીલની સુનાવણી દરમ્યાનઆયોગને દયાને આવેલ હતું કે જાહેર માહિતી અધિકારીએ અરજદારને મિલકતની માહિતી જ આપી ન હતી ઉપરાંત પ્રથમ અપીલ અધિકારીના હુકમનું પણ પાલન કર્યું નથી આ બાબતે આયોગે પીઆઈઓં વતી હાજર રહેનાર પ્રતિનિધિને યોગ્ય ખુલાસો કરવા જાણ કરી હતી.જોકે આયોગને પણ સંતોષકારક ખુલાસો જાહેર માહિતી અધિકારીએ ના આપતા ન્યાયના હિતમાં ગુજરાત માહિતી આયોગના માહિતી કમિશનર શ્રી ભારત ગણાત્રા દ્વારા ઉપરોક્ત મુજબનો હુકમ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુ.કોર્પો. ના અધિકારીઓ મોટા ભાગના કિસ્સામાં અરજદારોને માહિતી આપવામાં ધાંધિયા કરતા હોવાની અનેક ફરિયાદો થતી હોય છે ત્યારે માહિતી અધિકારના કાયદાનું સાતત્ય જાળવવાના હિતમાં ગુજરાત માહિતી આયોગનો આ હુકમ ખુબજ આવકાર્ય છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
