<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

બનાસ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં 16 કલાક સુધી યુવક ફસાયો : ઉદયપુરમાં નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ

બનાસ નદીમાં એક યુવક ફસાયેલો હોવાની જાણ સ્થાનિક વહીવટીતંત્ર અને SDRFની ટીમ દ્વારા જોખમી ઓપરેશન થકી યુવકનો જીવ બચાવ્યો

રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે ભારે વરસાદના કારણે નદી-નાળા, ડેમ છલકાયા છે, ત્યારે બનાસ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં 16 કલાક સુધી એક યુવક ફસાયો હતો. ઉદયપુરમાં ભારે વરસાદી માહોલ વચ્ચે આયડ નદીમાં 7 કલાકથી ફસાયેલા યુવકનું આર્મીએ રેસ્ક્યૂ કરીને જીવ બચાવ્યો હતો.

   બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મેઘમહેરના કારણે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. તેવામાં આજે રવિવારે બનાસ નદીમાં એક યુવક ફસાયેલો હોવાની જાણ સ્થાનિક વહીવટીતંત્ર અને SDRFની ટીમ દ્વારા જોખમી ઓપરેશન થકી યુવકનો જીવ બચાવીને લેવામાં આવ્યો હતો  
રાજ્યમાં આજે (7 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 211 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં 8.27 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે બનાસકાંઠાના વાવ, થરાદ, દિયોદર, ભાભર, દાંતા સહિતના વિસ્તારોમાં 2-2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદ થતાં નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદી માહોલ વચ્ચે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા તંત્રએ અપીલ કરી છે.   

   દેશના મોટાભાગના રાજ્યો સારો એવો વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજસ્થાન અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઉદયપુરમાં ભારે વરસાદના કારણે હાહાકારની સ્થિતિ છે. ક્યાંક પુલ તૂટ્યા છે તો ક્યાંક લોકોના ઘરમાં પાણી ધસી આવ્યા છે. તેવામાં અતિભારે વરસાદને પગલે આયડ નદી બંને કાંઠે વહેવા લાગી છે. જેમાં નદીના પાણીના પ્રવાહ વચ્ચે એક યુવક 7 કલાકથી ફસાયો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને આર્મીએ ડ્રોનની મદદથી મોટું દોરડું યુવક સુધી પહોંચાડીને યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.  

 

(6:24 PM IST)