News of Sunday, 7th September 2025
અમદાવાદના બહેરામપુરામાં ફકીર મુખીની ચાલીમાં દિવાલ ધરાશાયી: એક વ્યક્તિનું મોત : એક ઘાયલ
દિવાલની નીચે દુકાનો હતી અને દિવાલ ઘસી પડતા નીચે બેઠેલા બંને વ્યક્તિઓ ઈજા થઈ હતી.

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ફકીર મુખીની ચાલીમાં દિવાલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે.
આ દરમિયાન એક વ્યક્તિ ઘાયલ થતા તેને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ દિવાલની નીચે દુકાનો હતી અને દિવાલ ઘસી પડતા નીચે બેઠેલા બંને વ્યક્તિઓ ઈજા થઈ હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મરનાર વ્યક્તિ (ઉંમર વર્ષ 23) બેંકમાં લોનનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજો વ્યક્તિ રીક્ષા ડ્રાઇવર હોવાનું જાણવા મળ્યું છે.
આ દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાનું પ્રાથમિક તપાસમાં દરમિયાન પ્રકાશમાં આવ્યું છે. અત્યારે કોર્પોરેશન દ્વારા નોટિસ લગાવામાં આવી હતી. પરંતુ ચર્ચાની વાત એ છે કે, આવી દુર્ઘટના સર્જાઈ તે બાદ જ કેમ નોટિસ લગાવવામાં આવી? આ પહેલા તંત્ર શું કરી રહ્યું હતું?
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
