News of Sunday, 7th September 2025
GST ઈફેક્ટ : અમૂલ અને મધર ડેરીના દૂધના ઉત્પાદનોના ભાવ 22 મીથી ઘટવાની ધારણા
આગામી ફેરફારથી ખાસ કરીને વધતા જીવન ખર્ચ વચ્ચે દેશભરના પરિવારોને રાહત મળવાની શક્યતા

અમદાવાદ : લાખો પરિવારોને ફાયદો પહોંચાડવાના પગલામાં, અમૂલ અને મધર ડેરીના દૂધના ઉત્પાદનોના ભાવ 22 સપ્ટેમ્બરથી ઘટવાની ધારણા છે. સરકારે GST કાઉન્સિલની બેઠકમાં દૂધને GST મુક્ત કરવાની યોજના બનાવી છે. આ ફેરફારથી દૂધના ઉત્પાદનો પરનો વર્તમાન 5% GST દૂર થશે. આનાથી દૂધના પેકેટના ભાવમાં સીધો (0 GST) ઘટાડો થશે.
જો આપણે મે 2025 સુધીના ડેટા પર નજર કરીએ તો, અમૂલ અને મધર ડેરી બંનેના છૂટક ભાવમાં 5% GSTનો સમાવેશ થાય છે. અમૂલના કિસ્સામાં, અમૂલ ગોલ્ડ (ફુલ ક્રીમ દૂધ)ની કિંમત ₹69 પ્રતિ લિટર છે, જ્યારે અમૂલ ફ્રેશ (ટોન્ડ દૂધ)ની કિંમત ₹57 પ્રતિ લિટર છે.
અમૂલ ટી સ્પેશિયલનો ભાવ પ્રતિ લિટર ₹63, ભેંસનું દૂધ ₹75 અને ગાયનું દૂધ ₹58 છે.
એ જ રીતે, મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ ₹69 પ્રતિ લિટર અને ટોન્ડ દૂધ ₹57 પ્રતિ લિટર છે. મધર ડેરીમાં ભેંસનું દૂધ ₹74 પ્રતિ લિટર, ગાયનું દૂધ ₹59 પ્રતિ લિટર, ડબલ ટોન્ડ દૂધ ₹51 પ્રતિ લિટર અને ટોકન દૂધ (બલ્ક) ₹54 પ્રતિ લિટર છે.
22 સપ્ટેમ્બર, 2025થી દૂધના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. સરકાર હાલમાં પેકેજ્ડ દૂધ પર લાદવામાં આવતા 5% GSTને દૂર કરવાની યોજના બનાવી રહી છે. આ કર મુક્તિથી અમૂલ અને મધર ડેરી બંનેના દૂધના ઉત્પાદનો વિવિધ શ્રેણીઓમાં વધુ પોસાય તેવા બનશે.
બ્રાંડપ્રકારહાલની કિંમત (રુ/લિટર)ટેક્સ ફ્રી બાદ કિંમત અમૂલગોલ્ડ (ફુલ ક્રિમ દૂધ)6965-66 (રુ/લિટર)અમૂલફ્રેશ (ટોન્ડ દૂધ)5754-55 (રુ/લિટર)અમૂલટી સ્પેશિયલ6359-60અમૂલભેંસનું દૂધ7571-72અમૂલગાયનું દૂધ5857મધર ડેરીફુલ ક્રિમ દૂધ6965-66મધર ડેરીટોન્ડ દૂધ5755-56મધર ડેરીભેંસનું દૂધ7471મધર ડેરીગાયનું દૂધ5956-57મધર ડેરીડબલ ટોન્ડ દૂધ5148-49મધર ડેરીટોકન દૂધ (બલ્ક)5451-52
અમૂલ માટે, ફુલ ક્રીમ દૂધ (અમૂલ ગોલ્ડ)ની કિંમત પ્રતિ લિટર ₹65 થી ₹66ની વચ્ચે રહેવાની ધારણા છે, જે ₹3 થી ₹4નો ઘટાડો છે. અમૂલ ફ્રેશ (ટોન્ડ દૂધ)ની કિંમત પ્રતિ લિટર ₹54 થી ₹55 સુધી આવી શકે છે, જ્યારે અમૂલ ટી સ્પેશિયલની કિંમત પ્રતિ લિટર ₹59 થી ₹60 સુધી થઈ શકે છે, જે લગભગ ₹3.15નો ઘટાડો છે.
એ જ રીતે, અમૂલ ભેંસના દૂધની કિંમત પ્રતિ લિટર ₹71 થી ₹72ની વચ્ચે રહેવાની ધારણા છે અને ગાયના દૂધની કિંમત પ્રતિ લિટર ₹55 થી ₹57 સુધી રહેશે તેવી શક્યતા છે, જે લગભગ ₹2.90નો ઘટાડો છે.
મધર ડેરીના કિસ્સામાં ફુલ ક્રીમ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹3.45 સુધી ઘટી શકે છે ત્યારે તેના ભાવ ₹65 થી ₹66ની આસપાસ રહે તેવી ધારણા છે. ટોન્ડ દૂધમાં પ્રતિ લિટર ₹55 થી ₹56 સુધી રહે તેવી ધારણા છે અને ભેંસના દૂધમાં પ્રતિ લિટર ₹3.70 જેટલો ઘટાડો થઈ શકે છે, જેના કારણ ભાવ ₹71 સુધી રહે તેવી શક્યતા છે.
મધર ડેરીના ગાયના દૂધમાં પ્રતિ લિટર ₹56 થી ₹57 સુધી રહે તેવી ધારણા છે, જ્યારે ડબલ ટોન્ડ દૂધમાં પ્રતિ લિટર ₹48 થી ₹49 સુધી તેવી શક્યતા છે. ટોકન દૂધ (બલ્ક) ₹2.70 સુધી ઘટીને ₹51 થી ₹52 સુધી થશે તેવી ધારણા છે.
આ આગામી ફેરફારથી ખાસ કરીને વધતા જીવન ખર્ચ વચ્ચે દેશભરના પરિવારોને રાહત મળવાની શક્યતા છે. તેનાથી લોકોના દૈનિક બજેટ પર સકારાત્મક અસર થવાની ધારણા છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
