<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે વલસાડ જિલ્લામાં 184 રસ્તાઓ બંધ

ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીની જળસપાટીમાં વધારો થયો

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા છે.  ઉપવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના 184 જેટલા રસ્તાઓ થયા બંધ છે. કપરાડા તાલુકાના 50, ધરમુપર ના 71, વલસાડ 24, પારડી 29, વાપી 9 અને ઉમરગામ 1 કુલ મળી 184 જેટલા રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ થયા છે. 

 વહીવટી તંત્ર દ્વારા બેરીકેટિંગ કરી તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તંત્ર દ્રારા નદી કિનારે ન જવા લોકોને કરાઈ અપીલ. ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીની જળસપાટીમાં વધારો થયો છે.

 

 

(11:32 PM IST)