<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદી-નાળા છલકાયા અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાંઓમા ઘોડાપૂર

સુસરદા અને આંબાપાડા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ ; 10થી વધુ કોઝવે પર પાણી ફરી વળતાં 15થી વધુ ગામો પ્રભાવિત:12થી વધુ ગામો સંપર્કવિહોણા

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં ઘોડાપૂર આવતા પરિસ્થિતિ ગંભીર બની છે. સુસરદા અને આંબાપાડા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. 10થી વધુ કોઝવે પર પાણી ફરી વળતાં 15થી વધુ ગામો પ્રભાવિત થયા છે. તેમાંના 12થી વધુ ગામો સંપર્કવિહોણા બનતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદી તોફાનને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર અશક્ય બની ગઈ છે

 

(11:48 PM IST)