News of Sunday, 7th September 2025
વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા 28 ગામને એલર્ટ કરાયા: અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના
વાસણા બેરેજના 27 દરવાજા ખોલી પાણીનો કરાઈ રહ્યો છે નિકાલ: ધરોઈ, સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

અમદાવાદ : વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા, હેઠવાસમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી દેખાઈ છે. વરસાદની સ્થિતિને પગલે તમામ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હાલ વાસણા બેરેજના 27 દરવાજા ખોલી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે, ધરોઈ, સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા તંત્ર અને હેઠવાસના વિસ્તારો એલર્ટ મોડ પર છે. ધોળકા તાલુકાના 7 ગામો સહિત 28 ગામને એલર્ટ કરાયા છે. દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના અપાઈ છે
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
