અંબાજી માતાજી મંદિરમાં ભાવિકોની સાથોસાથ ફરજ ઉપર રહેલ પોલીસ કર્મચારીઓ પણ માતાજીની ભક્તિમાં લીનઃ ગરબે રમતા જોવા મળ્યા

(જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ, તા.૮: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાં ભાદરવી પૂનમનું અનેરું મહત્વ હોય છે. આ દિવસની મા અંબાના ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. પગપાળા જ્યોત લઈને મા અંબાના ધામમાં પહોંચે છે. આજે મંદિરમાં ભાવિકોની સાથોસાથ ફરજ ઉપર રહેલ પોલીસ કર્મચારીઓ પણ માતાજીની ભક્તિમાં લીન થયા છે. મંદિરમાં ગરબે રમતા જોવા મળ્યા હતા.
ભાદરવી પૂનમના મેળાના પાંચમા દિવસે અંબાજી મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું.
અંબાજીમાં ભાદરવી પૂનમનો છઠ્ઠો દિવસ હોઈ લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા પહોંચી ગયા હતા. માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ અને બાળકો પણ પોતાની યથા શક્તિ ભક્તિને લઈ પોતાની બાધા સાથે અંબાજી પહોચતા નજરે પડયા હતા. બાળકો પણ પોતાના સારા અભ્યાસ તથા ઘરમાં શાંતિ રહે તે માટે માતાજીને વિનવણી કરવા દંડવત કરતા માતાજીના દરબારમાં પહોંચ્યા હતા. માતાજી એકનું નહિ, પણ અનેકનું સાંભળતા હોય છે ત્યારે બાળકોની ઈચ્છા પરિપૂર્ણ થાય તેવી અપેક્ષા સાથે બાળકો પણ ચાચરચોકમાં નજરે ચઢયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
