તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Monday, 8th September 2025
મંત્રી બચૂભાઇ ખાબડ એકધારા ગેરહાજરઃ ‘સિધ્ધાંત'નો મુદો ભાજપી ધારાસભ્યોમાં ચર્ચાસ્પદ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૮ :.. રાજયના વિવાદાસ્પદ પંચાયત બચુભાઇ ખાબડ મંત્રીશ્રીને છેલ્લા ઘણા સમયથી સરકારી કાર્યક્રમોમાં બાકાત રાખવામાં આવ્યા છે. ૧પમી ઓગષ્ટના કાર્યક્રમોમાં પણ તેમને આમંત્રણ આપવામાં આવેલ ન હતું.
ઉપરાંત રાજયના વિવિધ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રાખવામાં આવતા નથી અને મંત્રી મંડળની બેઠકોમાં પણ સતત ગેરહાજરી નોંધનીય છે. આજે વિધાનસભામાં પણ તેઓ ગેરહાજર છે.
દાહોદમાં મનરેગા કૌભાંડમાં તેમના પુત્રોની સંડોવણી બહાર આવતા સરકારની છબી ખરડાઇ છે.
તેઓ કયાંય દેખાતા નથી. પક્ષમાં ધારાસભ્યો પણ આ મુદ્્ાની ચર્ચા કરતા જોવા મળ્યા હતાં. એટલું જ નહિ સભ્યો એવુ પણ કહેતા જોવા મળ્યા હતા. અમે સત્તાધારી પક્ષના સભ્યો છીએ અને સિધ્ધાંતની વાતો કરવામાં આવે છે તે વ્યાજબી નથી. (
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
