તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Monday, 8th September 2025
ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું
દસક્રોઈ તાલુકાના મહિજડા ગામમાં નદીના પાણી ઘુસતાં ગામ અને ખેતરોમાં પાણી ભરાયા

અમદાવાદ નજીક ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું છે અને તેના કારણે આસપાસના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. ખાસ કરીને દસક્રોઈ તાલુકાના મહિજડા ગામમાં નદીના પાણી ઘુસતાં ગામ અને ખેતરોમાં પાણીનો ભરાવ જોવા મળ્યો છે. આસપાસના ગામોમાં પણ સાબરમતી નદીનું પાણી ખેતરો સુધી પહોંચતાં કૃષિ ઉત્પાદનને ભારે નુકસાન થયું છે.
ડાંગરના પાક અને શાકભાજી પાકમાં મોટું નુકસાન નોંધાયું છે. ગામના ખેતરોમાં નદી જેવી ધોધવાહિની પાણીની દ્રશ્યાવલી જોવા મળી રહી છે અને આખા વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળે છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
