News of Monday, 8th September 2025
અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા
ખેડૂતે નુકસાન ભોગવવાનો વારોઃબોરભાઠા સહિત ૧૪ ગામોમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યા

અંકલેશ્વર,તા.૮
ગુજરાતમાં તથા ઉપરવાસમાં પડેલા સતત વરસાદના કારણે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. કાંઠા ગામોના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ અંકલેશ્વરમાં નર્મદા નદીમાં આવેલાં પૂરના પાણીથી તારાજી સર્જાઈ છે. નદી કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે.
અંકલેશ્વરમાં નર્મદા નદીના કાંઠે આવેલા સરફુદીન, બોરભાઠા સહિત ૧૪ ગામોમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત માંડવા બુઝર્ગથી લઈને ગોલ્ડનબ્રિજ સુધીના પટમાં આવેલા ૫થી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા. જે ખેતરમાં ઊભા પાક પર ફરી વાળવા સાથે ઊભા પાકને નુકસાન થયું છે. કાંસીયા, માંડવા, છાપરા, અંદાડા, ગડખોલ, નૌગામા સહીતના ગામોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
