<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં મેઘ તાંડવ સર્જાતા સ્થિતિ ગંભીર બની:ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર

તંત્રએ NDRF અને SDRFની ટીમોની તાત્કાલિક મદદ માંગવી પડી: NDRFની ટીમ લીંબોળી ગામે પહોંચીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું

બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં મેઘ તાંડવ સર્જાતા સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં અહીં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે લીંબોળી, ભરડવા, જલોય સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્રએ NDRF અને SDRFની ટીમોની તાત્કાલિક મદદ માંગવી પડી છે. NDRFની ટીમ લીંબોળી ગામે પહોંચીને લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવશે. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, અને તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.

(1:17 AM IST)