News of Tuesday, 9th September 2025
સાબરમતી નદીમાં પાણીના વધારા કારણે રૌદ્ર રૂપ ધારણ કરતા ધોળકાના કાંઠા વિસ્તારોમાં એલર્ટ કરાયા
નદીના પુલ પાસે ધોળકા રૂરલ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરાઈ : સ્થાનિક લોકો અને પ્રવાસીઓને નદી કિનારાથી દૂર રહેવા સૂચના

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સાબરમતી નદીમાં પાણીના વધારા કારણે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી વધુ પડતું પાણી છોડાતા નદીમાં પ્રવાહ વધી ગયો છે, જેના કારણે ધોળકાના કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ખાસ કરીને સરોડા ગામ નજીક નદીનું વિકરાળ રૂપ નજરે પડી રહ્યું છે. નદીના પુલ પાસે ધોળકા રૂરલ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને કાંઠા વિસ્તારોમાં સતત પોલીસ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓને નદી કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને.
(1:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
