<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

છેલ્લા 24 કલાકમાં રાજ્યના માત્ર 67 તાલુકામાં વરસાદ નોંધાયો: લખતરમાં 6.26 ઇંચ ખાબક્યો

ભર: 5.28 ઇંચ,રાપર: 4.76 ઇંચ.ભચાઉ: 4.13 ઇંચ.નખત્રાણા: 4.13 ઇંચ.ગાંધીધામ: 3.74 ઇંચ.ભુજ: 3.39 ઇંચ.અંજાર: 3.07 ઇંચ. સાંતલપુર: 2.95 ઇંચ વરસાદ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ થયો છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત 19 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.

 છેલ્લા 24 કલાકમાં લખપત: 6.26 ઇંચ ,ભાભર: 5.28 ઇંચ, રાપર: 4.76 ઇંચ, ભચાઉ: 4.13 ઇંચ, નખત્રાણા: 4.13 ઇંચ. ગાંધીધામ: 3.74 ઇંચ, ભુજ: 3.39 ઇંચ, અંજાર: 3.07 ઇંચ, સાંતલપુર: 2.95 ઇંચ સને અબડાસા: 2.40 ઇંચ વરસાદ વરસ્યો છે 

(1:20 PM IST)