<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ખમૈયા કરતા મેઘરાજાઃ રાજ્‍યના ૨૦ જીલ્‍લાના ૬૭ તાલુકાઓમાં ઝરમરથી ૬ ઇંચ સુધીનો વરસાદ

નર્મદા ડેમના ૧૦ દરવાજા ખુલ્‍લા ૧,૬૩૮૭૨ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, આજવા સરોવરની : જળસપાટી ૨૧૩.૭૦ ફૂટ વિશ્વામિત્રીની જળસપાટી ૭૪.૦૪ ફૂટઃ ભરૂચના ગોલ્‍ડન બ્રિજની જળસપાટી ૪.૫૯ ફૂટ : ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી ને આજે સવારે ૮ કલાકે ૩૩૯.૩૪ ફૂટે પહોંચી છે ડેમમાં ૧૧૦૧૮૧ ક્‍યુસેક પાણી ના ઈન્‍ફલો સામે ૭૮,૩૯૮ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કોઝ્‍વે ની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૭.૯૦ મીટર પહોંચી છે અહીંથી ૧,૧૧,૨૩૧ ક્‍યુસેક પાણી વહી રહ્યું છે. મધુવન ડેમ ની જળસપાટી ૭૭.૫૦ મીટર

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારે થી અતી ભારે વરસાદની આગાહી વચ્‍ચે મેઘરાજા રાજ્‍યના મોટા ભાગના વિસ્‍તારોમાં નરમ પડ્‍યા નુ જણાય છે, છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૨૦ જીલ્‍લાના માત્ર ૬૭ તાલુકાઓમાં ઝરમર થી ૬ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ની જળસપાટી આજે સવારે ૧૦ કલાકે ૧૩૫.૮૬ મીટરે પહોંચી છે, અહીં ૧૬૭૩૩૯ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૧૬૩૮૭૨ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને  ડેમના ૧૦ દરવાજા ૧.૪૫ ફુટ ખુલ્‍લા છે.

જ્‍યારે વડોદરા પંથકના આજવા સરોવરની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૨૧૩.૭૦ ફૂટે પહોંચી છે તો વિશ્વામિત્રી નદીની જળસપાટી આજે સવારે ૧૪.૦૭ ફૂટે પહોંચી છે, તથા સુરત પંથકના ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે સતત વધીને ૩૩૯.૩૪ફૂટે પહોંચી છે, ડેમમાં ૧૧૦૧૮૧ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૭૮૩૯૮ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કોઝ્‍વેની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૭.૯૦ મીટરે પહોંચી છે અને અહીં થી ૧,૧૧,૨૩૧ ક્‍યુસેક પાણી વહી રહ્યું છે.

ગુજરાતના છેવાડાના દમણગંગા નદીના મધુવન ડેમની જળસપાટી આજે સવારે ૯ કલાકે ૭૭.૫૦ મીટરે પહોંચી છે ડેમમાં ૨૧,૨૨૧ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૧૦૯૫ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો લખપત ૧૫૯ મીમી, ભાભર ૧૩૪ મીમી, રાપર ૧૨૧ મીમી, ભચાઉ અને નખત્રાણા ૧૦૫ મીમી, ગાંધીધામ ૯૫ મીમી,ભુજ ૮૬ મીમી, અંજાર ૭૮ મિમી, સાંતલપુર ૭૫ મીમી વરસાદ નોંધાયો છે.

અબડાસા ૬૧ મીમી, રાધનપુર ૫૮ મીમી, થરાદ ૫૧ મીમી, દિયોદર ૫૦ મીમી, વાવ ૪૨ મીમી, માંડવી ૩૮ મીમી, લાખાણી ૩૭ મીમી, મુન્‍દ્રા ૩૬ મીમી, ધાનેરા ૨૬ મીમી, સામી ૧૮ મીમી, અને દાંતીવાડા ૧૫ મીમી વરસાદ નોંધાયો છે જ્‍યારે આ ઉપરાંત રાજ્‍યના ૪૩ તાલુકાઓમાં ૧ થી ૧૪ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

(12:11 PM IST)