<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ઓપરેશન સિંદૂર ભારત માટે નિર્ણાયક વિજયઃ જી.એસ.ટી. દરમાં રાહતથી વિકાસને વધુ વેગ

વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા પ્રસ્‍તાવ સભાગૃહમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને અભિનંદનઃ ગૃહમાં આજે પ્રશ્નોતરી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૯ :.. આજે ૧ર વાગે ગૃહની કામગીરીનો આરંભ થઇ રહ્યો છે. જેમાં પ્રથમ કલાક દરમ્‍યાન પ્રશનોતરીની કામગીરી કાર્યસૂચિતમાં છે. જેમાં નાણા, ઉર્જા અને પેટ્રોલીયમ, ઉદ્યોગ, જળ સંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા વગેરે વિભાગના પ્રશ્નો હાથ ધરવામાં આવશે.

પ્રશ્નોતરી સમય પૂર્ણ થયા બાદ સરકારી  કામ હાથ ધરવામાં આવશે. ઉપરાંત મુખ્‍ય મંત્રી દ્વારા ભારતીય સેનાએ તાજેતરમાં ઓપરેશન સિંદૂરને અંજામ આપ્‍યો હતો. આ માત્ર સૈન્‍ય કાર્યવાહી નહી પરંતુ ત્રાસવાદ, આતંકવાદ સામેના દાયકાઓના આપણા લાંબા નિર્ણાયક સંઘર્ષમાં નિર્ણાયક અને ઐતિહાસિક મોડ હતો.

ભારતના સૈન્‍યની તાકાત તથા રાજનૈતિક કુનેહ અને નૈતિક તાકાતના સમનવયની ત્રાસવાદ સામે એકજૂથ થઇને ધરાયેલુ આ ઓપરેશન સિંદુર ભારત માટે એક નિર્ણાયક વિજય છે. તેવો પ્રસ્‍તાવ રજૂ થશે.

ઉપરાંત અગત્‍યની બાબત નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા કેન્‍દ્ર સરકારે દિવાળીએ દેશવાસીઓને જીવન જરૂરીયાતની વસ્‍તુઓ ઉપરના જી.એસ.ટી. દરોમાં રાહત મળશે તેવી કરેલ જાહેરાત અંગે પ્રસ્‍તાવ રજુ કરવામાં આવશે.

તા. ૩-૯-રપ ના રોજ પ૬ મી જી.એસ.ટી. કાઉન્‍સીલની બેઠકમાં સામાન્‍ય નાગરિકો નાના વેપારીઓ અને ઉદ્યોગોને લાભકારી થાય એ રીતે જી.એસ.ટી. માળખામાં સુધારા સુચવાયા છે. જે રર મી સપ્‍ટેમ્‍બર -ર૦રપ થી લાગુ પડશે.

આ સુધારાઓમાં જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ, ખેતી અને આરોગ્‍ય વિષયક, શિક્ષણ, ઓટો મોબાઇલ અને ઇલેકટ્રોનિક સાધનો સહિત રોજબજરોજને સ્‍પર્શતી તમામ વસ્‍તુઓને આવરી લેવામાં આવી છે. જેનાથી ઇઝ ઓફ ડ્રઇંગ બિઝનેશની સાથે સાથે ઇઝ ઓફ લિવીંગને પણ વેગ મળશે.

જી.એસ.ટી.ના દરોમાં કરવામાં આવેલ આ ક્રાંતિકારી સુધારાઓ વિકસિત ભારત ર૦૪૭ ના વિઝનને સાકાર કરશે.

આમ, દેશની તમામ જનતાને લક્ષમાં લઇને જી.એસ.ટી.ના દરોમાં કરવામાં આવેલ સુધારાઓ માટે ગૃહ ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રી ને અભિનંદન પાઠવે છે. તેવો પ્રસ્‍તાવ રજૂ થશે. ત્‍યારબાદ કોઇ સભ્‍યોને કોઇ સુચન કરવા  હોય તો તેમને પોતાના મંતવ્‍ય રજૂ કરવાની તક મળશે.

(12:15 PM IST)