News of Tuesday, 9th September 2025
વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ તથા પોલિસી ડ્રિવન ગવર્નન્સને પગલે ગુજરાત વિશ્વભરના રોકાણકારોની પ્રથમ પસંદ બન્યું
ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે રજૂ કરેલું ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનગૃહમાં પસાર થયું

ગાંધીનગરઃ વડા પ્રધાન મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું હતું. વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ તથા પોલિસી ડ્રિવન ગવર્નન્સને પગલે ગુજરાત આજે વિશ્વભરના રોકાણકારોની પ્રથમ પસંદ બન્યું છે ત્યારે “ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ”ને વેગ આપીને અર્નિંગ વેલ – લિવિંગ વેલની સંકલ્પના સાકાર કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.
૧૫મી ગુજરાત વિધાનસભાનાં સાતમાં સત્રના બીજા દિવસે આ હેતુસર ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનગૃહમાં રજૂ કર્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સરળતા અને પારદર્શિતા તરફના વધુ એક નક્કર કદમરૂપે પસાર થયેલું આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ રાજ્યમાં કાયદા પાલનને સરળ બનાવીને – ડિજિટાઇઝ્ડ કરીને તેમજ સુયોગ્ય રીતે બદલાવ લાવીને વ્યાપાર સરળતા સાથે જીવન જીવવાની સરળતામાં પણ વધારો કરનારું વિધેયક બનશે. એટલું જ નહિ, ન્યાયતંત્ર પરનું ભારણ ઘટાડવામાં પણ ઉપયુક્ત બનશે.
પ્રધાન બળવંતસિંહ રાજપૂતે આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ની ભૂમિકા વિધાનગૃહ સમક્ષ વ્યક્ત કરતાં કહ્યું કે, કોઈપણ દેશમાં વિકાસ માટે સ્થિર નીતિઓ અને સારું વ્યવસાયિક વાતાવરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે હંમેશા કાયદાઓને આધુનિક, ફ્લેક્સિબલ, પીપલ ફ્રેન્ડલી અને વિશ્વાસ-આધારિત બનાવ્યા છે. સરકારે સામાન્ય નાગરિકો અને ઉદ્યોગોની ભૂમિકાને પણ મહત્વની ગણી છે.
એટલું જ નહિ, ટેકનોલોજીનો ઉપયોગથી જ્યાં ઝડપી અને સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય એવા ક્ષેત્રોમાં તેમના માર્ગદર્શનને પણ સરકારે આવકાર્યું છે. આથી, કેન્દ્ર સરકારે ૨૦૨૩માં જન વિશ્વાસ કાયદો અમલમાં મુકીને સરકારે કમ્પ્લાયન્સીસ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. આ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે 40 હજારથી વધુ કમ્પ્લાયન્સીસ નાબૂદ કરવામાં આવ્યા. આનાથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળ્યું છે. તાજેતરમાં જ જનવિશ્વાસ બિલ 2.0 સંસદમાં રજૂ થયું છે
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
