News of Tuesday, 9th September 2025
ડેડીયાપાડા પ્રા.શિક્ષકોના પગારમાંથી કપાયેલ TDS ઇન્કમટેક્ષની રકમ જમાં ન થવા બાબતે પ્રાંતને રજૂઆત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં પ્રાથમિક શિક્ષકોના સને ૨૦૨૪-૨૫ વર્ષમાં પગાર માંથી કપાયેલ TDS ઇન્કમટેક્ષ ની રકમ પાનકાર્ડ માં જમાં નહીં થવા બાબતે પ્રાથમિક શિક્ષકોએ પ્રાંત અધિકારી ને લેખિતમાં રજૂઆત કરી છે.
દેડીયાપાડા તાલુકાના પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી કપાયેલ ઇન્કમટેક્ષનાં નાણાં જેતે શિક્ષકોના પાનકાર્ડમાં જમાં થયા નથી જેથી શિક્ષકો રીટર્ન ફાઇલ ITR કરી શકતા નથી. 15મી સપ્ટેમ્બર, 2025 બાદ 5000/- લેટ ફી શિક્ષકોએ ભરવાની આવી શકે છે. આ વર્ષ ની TDS ની કામગીરી જોતા આગલા વર્ષો ના TDS નાં નાણાંમાં પણ વધઘટ થયાનું જણાય છે. ત્યારે પુરેપુરી તપાસ થાય તો ચોકાવનારી બાબતો બહાર આવવાની શક્યતા રહેલી છે. શિક્ષકોને આર્થિક નુક્શાન ના થાય એવી ઘટતી કાર્યવાહી કરવા માટે પ્રાથમિક શિક્ષકોએ ડેડીયાપાડા પ્રાંત અધિકારી ને લેખિતમાં રજૂઆત કરી હતી.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
