<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

મહીસાગરમાં મોડાસા પોલીસની ગાડીને અકસ્માત નડ્યો: પોલીસ સ્ટાફના 4 જણાનો આબાદ બચાવ

લુણાવાડા શામળાજી રોડ પર બ્રેઝા કારને અકસ્માત નડ્યો :પોલીસ સ્ટાફની ગાડી ડીવાઈડર કૂદીને સામેની સાઇડમાં પલટી મારી ગઈ

મહીસાગરમાં મોડાસા પોલીસ સ્ટાફની ગાડીને અકસ્માત નડ્યો હતો. જો કે સદનસીબે પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે. પોલીસ સ્ટાફની ગાડી ડીવાઈડર કૂદીને સામેની સાઇડમાં પલટી મારી ગઈ હતી. લુણાવાડા શામળાજી રોડ પર બ્રેઝા કારને અકસ્માત નડ્યો હતો. પોલીસ સ્ટાફના 4 જણાનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ થઈ ઇજાગ્રસ્તોને નજીકના સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવાયા હતા.

(11:14 PM IST)