<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ભાભરથી સુઈગામ 16 કિલોમીટર સુધીનો સમગ્ર વિસ્તાર કેડસમા પાણીમાં ગરકાવ

છેલ્લા ચાર દિવસથી લાઈટ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી નથી

બનાસકાંઠાના ભાભરથી સુઈગામ 16 કિલોમીટરના માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. સમગ્ર માર્ગ અને ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે. ભાભરથી સુઈગામ વચ્ચે ચારે તરફનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. અનેક મકાનો પણ પાણીમાં છે અનેક ગામડાઓ પણ પાણીમાં છે અને લોકોની મુશ્કેલીઓનો પાર નથી. સુઈગામની તમામ સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ થઈ છે. છેલ્લા ચાર દિવસથી લાઈટ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી નથી. સુઈગામ વિસ્તારના તમામ રસ્તા તેમજ ખેતરોમા  કેડ સમા પાણી ભરાયેલા છે.

(12:23 AM IST)