<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આચકાથી ગભરાટ

શાળાના બાળકો પણ ક્લાસરૃમમાંથી બહાર દોડી આવ્યોઃસાવલી મામલતદાર સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો

વડોદરા,તા.૧૦

સાવલી તાલુકાના ગાંડીયાપુરા, ડુંગરીપુરા, પરથમપુરા ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારના ૧૦.૨૦, ૧૦ઃ૩૦ અને ૧૧ઃ૨૦ સમયની આજુબાજુ ભૂકંપના આંચકા મળી કુલ ત્રણ આંચકા અનુભવાયા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ૧.૮ થી ૨ રીકટર સ્કેલના આંચકા અનુભવાયા હોવાનું જણાયું છે. બનાવના પગલે તાલુકામાં લોકોમાં અચાનક આવેલા ભૂકંપના આંચકાને લીધે ભય ફેલાયો હતો. સાવલી મામલતદાર સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેટલીક શાળાના બાળકો ભૂકંપના આંચકાને પગલે શાળાની બહાર દોડી આવ્યા હતા

સાવલી તાલુકાના ગાંડિયા પુરા, ડુંગરીપુરા, પરથમપુરા શિહોરા ગામમાં આવેલા ભૂકંપમાં પ્રાથમિક ધોરણે કોઈપણ નુકસાન ન થયું હોવાનું માહિતી મળી હતી.

(10:03 PM IST)