<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

પંચમહાલના ઘોઘંબાના રણજીતનગરમાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા એકનુ મોત

ગેસ લીકેજ ની ઘટનામાં કંપની કમ્પાઉન્ડમાં આવેલ મંદિરના પૂજારીને ગંભીર અસર પહોંચતા તેમનુ મોત થયું

પંચમહાલના ઘોઘંબાના રણજીતનગરમાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા, એકનુ મોત થયું છે, જ્યારે 12 લોકોને ગેસ ગળતરની અસર થવા પામી છે. રેફ્રિજેશન ગેસ બનાવવાના પ્લાન્ટમાં  ગેસ લીકેજ થયો હતો. લીકેજને 15 મિનિટ જેટલા સમયમાં બંધ કરવામાં આવ્યું હતું. રેફ્રિજરેશન ગેસ બનાવતા પ્લાન્ટને તાત્કાલિક અસરથી કરાયો સટડાઉન. રેફ્રિજરેશન ગેસ બનાવતા પ્લાન્ટમાં લીકેજની ઘટનામાં 1નું મોત જ્યારે અન્ય 12 કામદારોને તબિયત બગડી હતી. ગેસ લીકેજ ની ઘટનામાં કંપની કમ્પાઉન્ડમાં આવેલ મંદિરના પૂજારીને ગંભીર અસર પહોંચતા તેમનુ મોત થયું છે. તમામ કામદારોને પ્રથમ સારવાર માટે કંપનીમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ હાલોલ અને વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા છે

(1:10 AM IST)