News of Thursday, 11th September 2025
નેપાળની ધાંધલ-ધમાલે પર્યટકોને મૂંઝવ્યા
આગામી ૧૫ દિવસના પ્રવાસ ધડાધડ કેન્સલ, બુક થયેલા દિવાળી ટૂર પેકેજ માટે ઇન્ક્વાયરીનો મારો :હાલની સ્થિતિને જોતાં દિવાળી સિઝનને અસર થવાનો ટૂર ઓપરેટોનો મત

અમદાવાદ તા.૧૧: નેપાળમાં યુવાનોના ઉગ્ર આંદોલનને કારણે આખો દેશ ભડકે બળ્યો છે. વડાપ્રધાને રાજીનામું આપી દીધા બાદ રાજકીય કટોકટી સર્જાઈ છે ત્યારે હવે નેપાળમાં ચાલી રહેલી પાંધલ-ધમાલને કારણે નેપાળ પ્રવાસનું આયોજન કરનારા ગુજરાતના પર્યટકો પણ મૂંઝાયા છે. તોફશનોની સ્થિતિ વચ્ચે આગામી ૧૫ દિવસમાં પ્રવાસ જવા માટે બુકિંગ કરાવનારા પર્યટકોએ પૈકેજ, પ્રવાસ રદ્દ કર્યો છે. જ્યારે દિવાળી ટૂર પેકેજ બુક કરાવ્યા બાદ હવે પ્રવર્તમાન સ્થિતિને પેકેજ કેન્સલ કરાવવું કે કેમ એ અંગે ઇન્કવાયરીનો મારો શરૂ થઈ ગયો છે.
નેપાળમાં કાઠમંડુ પોખરા, ચિતવન, બુમ્બિની, જનકપુર અને ભક્તાપુર સહિતના પ્રવાસન સ્થળો મુસાફરોમાં જાણીતા છે. ધાર્મિક તીર્થસ્થાનોની સાથે જ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા દર વર્ષે સંખ્યાબંધ પર્યટકો નેપાળનો પ્રવાસ કરે છે. ખારા કરીને દિવાળીની સિઝનમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં નેપાળના પેકેજ બુક કરવામાં આવે છે. સુરતની જ કેટલીક સંસ્થાઓ દ્વારા ગ્રુપ ટૂરના પણ અલાયદા આયોજનો કરવામાં આવે છે. અંદાજે પાંચ દિવસથી સાક્ષી ૧૦ દિવસ સુધીના નેપાળના પ્રવાસ યોજવામાં આવે છે. સુરતની ખાનગી પ્રવાસન સંસ્થાઓ દ્વારા ૨૦ હજારથી લઈને ૬૦ હજાર રૂપિયા સુધીમાં પ્રવાસનું આયોજન થઇ રહ્યું છે. જો કે હાલમાં નેપાળમાં રાજકીય કટોકટી, તોફાનો, ઉગ્ર આંદોલનની સ્થિતિ હોય ટૂર ઓપરેટરો, આયોજકો ભીંસમાં મુકાઇ ગયા છે. કારણ કે હવે ઓકટોબર માસમાં દિવાળી બે મહિના પહેલાથી પેકેજ બુક કરાવનારાની ચિંતતા વધી ગઇ છે. તેમજ આગામી ૧૫ દિવસમાં નેપાળ પ્રવાસનું આયોજન કરનારાઓએ તો પ્રવાસ જ રદ કરાવી દીધો છે.
૧૫ ઓક્ટોબરથી ૧૦ નવેમ્બર સુધી સંખ્યાબંધ આયોજનો
સુરતના એક ટુર ઓપરેટરે જણાવ્યું હતું કે, સુરતમાંથી દિવાળી વેકેશનમાં નેપાળ પ્રવાસના સૌથી વધુ આયોજનો થાય છે. સુરતમાં નેશનલ ટૂર ઓપરેટરોની સાથે જ ખાનગી, સ્થાનિક ઓપરેટરો દ્વારા પણ ગ્રુપ ટૂર ઉપાડવામાં આવે છે. ગ્રુવ ટૂરમાં નેપાળની સાથે જ હરિદ્વાર, દિલ્હી સહિતના ઉત્તર ભારતના પ્રવાસો કરાવવામાં આવે છે. જોકે, જે પ્રકારે નેપાળમાં ધમાલ ચાલી રહી છે. તેને જોતા દિવાળીના અનેક પ્રવાસો રદ્દ થાય એવી સ્થિતિ છે હાલના તબક્કે તો આગામી ૧૫ દિવસમા પ્રવાસ માટે બુકિંગ કરાવ્યું હોય તે મોટા ભાગના બુકિંગ ધડાધડ કેન્સલ થઇ ગયા છે. સુરતમાંથી દિવાળીમા અંદાજે ૫ હજાર લોકો નેપાળના પ્રવાસે જાય છે. આ તમામ મુસાફરો દિવાળીમાં પ્રવાસે જવું કે કેમ એ અંગે પુછપરછ કરી રહ્યા છે. તેને જોતાં આગામી દિવસોમાં અનેક બુકિંગ રદ થાય એવી શક્યતા હોય ઓપરેટરોને મોટુ નુકસાન થશે.(૩૮.૮)
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
