<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

તાલાલા હુમલા કેસમાં દેવાયત ખવડના જામીન સેસન્‍સ કોર્ટે ફગાવ્‍યાઃ પોલીસની રિવિઝન મંજુર

રાજકોટ  તા. ૧૧: લોકડાયરાના મામલે ચાલતા વિવાદમાં તાલાલા ગીરના ચિત્રોડ ગામે ફોર્ચ્‍યુનર કાર કિયા ગાડી સાથે સામી અથડાવી અમદાવાદ સનાથલના ધ્રુવરાજસિંહને માર માર્યાની ફરિયાદમાં પકડાયેલા લોક ગાયક દેવાયત ખવડ સહિતના  આરોપીઓના જામીન તાલાલા કોર્ટે મંજૂર કરવા સામેની અપીલમાં  વેરાવળ સેશન્‍સ કોર્ટે તાલાલા કોર્ટનો જામીન મંજૂર કરવાનો હુકમ રદ કરવા આદેશ કરતાં લોક સાહિત્‍યકાર દેવાયત ખવડની મુશ્‍કેલી વધી છે.

સુત્રોના જણાવ્‍યા મુજબ અમદાવાદ નજીકના સનાથલ ગામ ખાતે ગઈ ૨૦ ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ અને અન્‍ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે વન વિવાદ ચાલતો હતો. દરમિયાન અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો તાલાલાના ચિત્રોડ ગામે ક્રિષ્‍ના હોટેલમાં રોકાયા હોવા અંગે ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્‍ટેટસ મૂકયું હતું. તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરી દેવાયત ખવડ અને તેના માણસોએ તેમની ફોર્ચ્‍યુનર કાર કિયા ગાડી સાથે સામે અથડાવી હતી, જેમાં  અમદાવાદ સનાથલના ધ્રુવરાજસિંહને  માર માર્યો હતો. જે ગુનામાં ગીર સોમનાથ એલસીબીએ દેવાયત ખવડ સહિત ૬ને દુધઈ ખાતેના તેના ફાર્મ હાઉસમાંથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે દેવાયત ખવડ વગેરેને તાલાલા ફર્સ્‍ટ ક્‍લાસ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટે  દેવાયત ખવડના પોલીસ રિમાન્‍ડની માંગ નામંજૂર કરી અને કેસના તમામ ૭ આરોપીઓના જામીન મંજૂર  કર્યા હતા. નીચલી કોર્ટના હુકમ સામે પોલીસે વેરાવળ સેશન્‍સ કોર્ટમાં અપીલ કરતાં કોર્ટે પોલીસ તરફે થયેલા સોગંદનામાં અને રજૂઆતો દલિતો ધ્‍યાને દેવાયત ખવડ વગેરેની જામીન અરજી નામંજૂર કરી છે. (૭.ર૯)

(2:57 PM IST)