તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Thursday, 11th September 2025
અમદાવાદમાં મોબાઈલ નેટવર્ક માટે લાગેલા 2400 મોબાઈલ ટાવરનો 19 કરોડનો વેરો બાકી
કોર્પોરેશનની જગ્યાનો ઉપયોગ કરનાર ટાવર કંપનીઓ પાસેથી શા માટે વસુલાત કરવામાં રસ નથી તે સૌથી મોટો પ્રશ્ન છે.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક માટે વિવિધ મોબાઈલ કંપનીઓ દ્વારા 2400 જેટલા ટાવર લગાવવામાં આવ્યા છે. જેમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા પર લગાવવામાં આવેલા ટાવર માટે 19 કરોડ રૂપિયાની વસૂલાત કરવાની બાકી છે. કોર્પોરેશનને આ પૈસાની વસુલાત કરવામાં રસ શા માટે નથી તે સૌથી મોટો પ્રશ્ન છે. કોઈ સામાન્ય વ્યક્તિનો સામાન્ય ટેક્સ બાકી હોય તો તેની મિલકત સીલ કરીને સમયાંતરે જાહેર હરાજી કરી હોત. પરંતુ કોર્પોરેશનને, કોર્પોરેશનની જગ્યાનો ઉપયોગ કરનાર ટાવર કંપનીઓ પાસેથી શા માટે વસુલાત કરવામાં રસ નથી તે સૌથી મોટો પ્રશ્ન છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
