News of Thursday, 11th September 2025
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફલાઈન સેવાની ફિ હવેથી ઓનલાઈન ચૂકવી શકાશે
હવેથી ફિ અંગેની વર્તમાન વ્યવસ્થામાં સુધારો કરીને QR કોડ મારફતે UPI, નેટબેંકિગ, ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ મારફતે ફી ભરી શકાય તેવી વ્યવસ્થા

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે અખબારી યાદી મારફતે જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફલાઈન વિધાર્થી સેવા જેવી કે, માર્કશીટ-પ્રમાણપત્ર વેરીફિકેશન, વિદેશ જવા સીલકવર (HRD/ATTESTED), માર્કશીટ-પ્રમાણપત્રમાં નામ, અટક, પિતાના નામ અને જન્મતારીખમાં સુધારો, ટેટ વેરીફિકેશન, ટેટ ડ્રપ્લિકેટ માર્કશીટ જેવી સેવાની ફી અત્યાર સુધી બેંક મારફતે ચલણ દ્વારા ભરાવવામાં આવતી હતી. આ ફી વિધાર્થી કે વાલીએ બેંકમાં જઈને રૂબરૂ ચલણ મારફતે ભરવી પડતી હતી.હવેથી ફિ અંગેની વર્તમાન વ્યવસ્થામાં સુધારો કરીને QR કોડ મારફતે UPI, નેટબેંકિગ, ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ મારફતે ફી ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
