News of Thursday, 11th September 2025
નર્મદામાં સરકારી કચેરીઓમાં નંબર પ્લેટ વગરના વાહન તથા કાળા કાચ વાળી ગાડીઓ વિરૂધ્ધ ડ્રાઇવ
નંબર પ્લેટ વગરના ૦૬ તેમજ કાળા કાચના ૦૯ કેસ કરી પોલીસે પગલા લીધા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ, હાલમાં રાજ્યમાં તા.૦૩/૦૯/૨૦૨૫ થી તા.૧૭/૦૯/ ૨૦૨૫ સુધી નંબર પ્લેટ વગર તેમજ કાળા કાચ ધરાવતા વાહન ચાલકો વિરૂધ્ધમાં ચાલી રહેલી ડ્રાઇવ અનુસંધાને નર્મદા જીલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે નંબર પ્લેટ વગરના વાહન તેમજ કાળા કાચ વાળી ગાડીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ જેમા નંબર પ્લેટ વગરના કુલ કેસ-૦૬ તેમજ કાળા કાચના કુલ કેસ-૦૯ કરવામાં આવ્યા છે.
તમામ વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને પોતાનુ અમુલ્ય જીવન બચાવવા સારૂ નર્મદા જીલ્લા પોલીસ તરફથી નર્મદા જીલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. આમ નર્મદા જીલ્લા પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
