<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

દેશભરમાં ૧૦૦ જેટલી લકઝરી કાર ઉઠાવી હાહાકાર મચાવનાર ગેંગ વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચે ઝડપી લીધી

વડોદરા સહિત ગુજરાતમાં ભરમાંથી મોંઘી અને સુવિધાજનક કાર ઉપડી રહ્યાનું જાણી સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા આવી મોડેસ ઓપરેન્‍ડી ધરાવતી ગેંગોને ટાર્ગેટ કરાવતા , એને આ પ્રકારની કાર જયાંથી ઉપડી હતી તેના ઠેર ઠેરથી CCTV ફૂટેજ ચેક કરાવતા મોટી સફળતા મળી.... ટેકનોલોજી દ્વારા કાર ઉપાડતી ગેંગના મુખ્‍ય સૂત્રધાર રાજસ્‍થાનનો કુ વિખ્‍યાત રતનસિંહ હોવાનું ખુલતા તાકીદે ક્રાઇમ બ્રાંચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ કુમાર વર્મા અને ઇન્‍ચાર્જ એસીપી ડી જે.ચાવડા વિગેરેની તાકીદની બેઠકમાં રણનીતિ ઘડી કાઢવામાં આવી... આરોપીઓ વડોદરાથી પાસ થવાના છે તે માહિતી મળતા આખી ટીમ પીઆઇ એચ ડી.તુવર, PSI એચ. ડી ગામીત સહિત વિવિધ ટીમો ઓપરેશનમાં ઉઠાવી લીધા, ઓપરેશન પાર પાડનાર સુકાની પીઆઇ આર જે.જાડેજા અકિલા સમક્ષ અથ થી ઈતિ સુધીની દાસ્‍તાન વર્ણવે છે...

રાજકોટ, તા.૧૨: દેશભરમાંથી ૧૦૦થી વધુ લક્‍ઝરીયસ કાર વિશેષ ટેકનોલોજી આધારે ઉપાડી દેકારો મચાવી દેનાર ગેંગના મુખ્‍ય ગેંગસ્‍ટરો વડોદરા પોલીસ અને ખાસ કરી સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારની કોઈ પણ ઘટના સમયે મહત્‍વના પોઇન્‍ટ પર ફોક્‍સ કરવાની પદ્ધતિ રંગ લાવી છે,  વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ કુમાર વર્મા અને ઇન્‍ચાર્જ એસપી  ડી. જે ચાવડાના માર્ગદર્શન હેઠળ મોટો સફળતા મળી છે.               

વડોદરા અને ગુજરાતભરમાંથી જે પ્રકારે કાર ચોરીઓની ઘટના બનવા લાગી તેમાં લક્‍ઝરી કાર જ વિશેષ હોવાનું રોજ આખા દિવસ દરમિયાન ઘટેલી ઘટનાઓનો અભ્‍યાસ કરતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારના ધ્‍યાને આવ્‍યું. તેમણે ક્રાઇમ બ્રાન્‍ચ સાથે ચર્ચા કરી આ મુદા પર ફોક્‍સ કરી આ ગેંગ અંગેની હિસ્‍ટ્રી મેળવવાની જવાબદારી આવી અનેક ગેંગો પોતાના સાથી અધિકારીઓ અને સ્‍ટાફ સાથે પકડી ચૂકેલા ક્રાઈમ બ્રાન્‍ચ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર  જે .જાડેજા, પીઆઇ એચ ડી તુવર અને પીએસઆઈ એચ ડી ગામીત તથા સ્‍ટાફને ચોક્કસ માર્ગદર્શન સાથે સુપ્રત કરી. આ ગેંગ ટાટા હેરિયર કાર પર વધુ ટાર્ગેટ કરતી હોવાથી જે જે વિસ્‍તારમાંથી આવી કાર ઉપાડેલ તે વિસ્‍તારોના સીસીટીવી ફરી તપસ્‍યા. અને આ દરમિયાન ચોક્કસ માહિતી મળતા એક વિશેષ ગેંગ વિરુદ્ધ પોલીસે જાળ બીછાવી તેમ અકિલા સાથેની વાતચીતમાં પીઆઇ આર જે જાડેજાએ રાષ્‍ટ્રવ્‍યાપી ગેંગ પર પ્રકાશ પાડતા જણાવેલ.

આ ગેંગ રાજસ્‍થાનના કૂ વિખ્‍યાત રતનસિંહની હોવાનું ક્રાઈમ બ્રાન્‍ચે શોધી રાજસ્‍થાન સુધી બાતમી વર્તુળ ફેલાવી આ ગેંગ અને તેનાં ગેંગ સ્‍ટારો અંગે માહિતી મેળવવાનું શરૂ કરેલ. દરમિયાન, પોલીસ એકશન અંગે અજાણ આ ગેંગ દ્વારા ફરી વડોદરા તરફ પસાર થવાની બાતમી મળી, અમારી આખી ટીમ એક્‍ટિવ બની આ આંતરરાષ્‍ટ્રીય આરોપી સહિત બે ગેંગસ્‍ટર અમારા સકંજામાં આવી ગયા. પોલીસ કમિશનર આ બાબતે સક્રિય હોવાથી તેમને ઓપરેશન સક્‍સેસ એવો મેસેજ કરતા તુરંત આખી ટીમને અભિનદન આપેલ.

રૂ૫ પેટ્રોલીંગ રાખવામાં આવેલ. પેટ્રોલીંગ દરમ્‍યાન ટીમના માણસોએ મળેલ માહીતી આધારે શંકાસ્‍પદ મોટર સાયકલ સાથે ઇસમ નામે રતનસીંગ ઉર્ફે શેરસીંગ બત્તુસીંગ મીણા રહે. શિવનગર વોર્ડ નં. ૩૪, સાંગાનેર, જયપુર રાજસ્‍થાન મુળ રહે.ગામ ધાધરેન,તા.બયાના જી.ભરતપુર રાજસ્‍થાન રાજ્‍યનાને પકડી પાડેલ. આ ઇસમે કમરે એક પાકીટ બાંધી રાખેલ હોય પાકીટ માંથી તેમજ આ ઇસમની ઝડતીમાં માસ્‍ટર કી, સેન્‍સર કી, ઇલેકટ્રોનીક ડીવાઇસ, કટર, ડીસમીસ,મો.ફોનો, રોકડ રકમ, આર.સી.બુક, ડ્રા.લા.,આધારકાર્ડ, પાનકાર્ડ, ફાસ્‍ટેગ કાર્ડ મળી આવતા સદર ઇસમને તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલના બીલ કે પેપર્સ રજુ કરવા જણાવતા આ ઇસમે તેની પાસે નહી હોવાનુ જણાવતા જેથી આ ઇસમ અંગે ખાત્રી કરતા આ ઇસમ અગાઉ ફોરવ્‍હીલ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીઢો આરોપી હોવાનુ જણાઇ આવતા જેથી સદર ઇસમને તેની પાસેથી મળી આવેલ મો.સા.,ડીવાઇસ,મો.ફોનો., રોકડ રૂપીયા તેમજ જુદા-જુદા કાર્ડો સંબધે સઘન રીતે પુછપરછ કરી તપાસ કરતા આ આરોપી ઇસમ તેના આર્થીક ફાયદા માટે ફોરવ્‍હીલ ગાડીઓ ચોરી કરતો હોવાનુ અને રાજસ્‍થાનથી છેલ્લા દોઢ વર્ષમાં અવાર-નવાર વડોદરા-સુરત-હાલોલ ખાતે ફોરવ્‍હીલ ઉઠાવી હોવાની કબૂલાત આપી છે.

(10:36 AM IST)