<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

વિશ્વ પ્રસિદ્ધ અમુલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર

ભાજપ પ્રેરિત પેનલના ફાળે 11 બેઠકો આવી જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર જ વિજય મેળવી શકી: જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

આણંદ ડેરી જેને વિશ્વપ્રસિદ્ધ અમૂલ ડેરી તરીકે ઓળખવામાં આવે છે, તેની નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી બાદ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.

આ ચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો વચ્ચે કડક ટક્કર હતી અને 833 મતદારોના મતથી પરિણામ નક્કી થયું. ભાજપ પ્રેરિત પેનલના ફાળે 11 બેઠકો આવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર જ વિજય મેળવી શકી છે.

પ્રમુખ જીત-હાર કોની ?

આણંદ બેઠક : ભાજપના કાંતિ સોઢા પરમાર વિજેતા

વ્યક્તિગત બેઠક : ભાજપના વિજય પટેલ વિજેતા

બોરસદ બેઠક : કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર વિજેતા, ભાજપના ગુલાબસિંહ પઢિયાર પરાજિત

પેટલાદ બેઠક : ભાજપની બિનાબેન પટેલ વિજેતા

ખંભાત બેઠક : ભાજપના રાજેન્દ્રસિંહ પરમાર વિજેતા

કપડવંજ બેઠક : કોંગ્રેસના ભૂરા સોલંકી વિજેતા

ભાજપ માટે આ જીત ખાસ માનવામાં આવી રહી છે કારણ કે તેનાથી અમૂલ ડેરીના નિયામક મંડળમાં તેનો પ્રભાવ વધ્યો છે. બીજી તરફ કોંગ્રેસને માત્ર બે બેઠકો મળવાથી તે નિરાશામાં છે.

(1:57 PM IST)