<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

દરેક વ્‍યકિતએ જીવનભર કંઇક નવુ શીખવા તત્‍પર રહેવું જોઇએઃ જયંતી રવિ

ગાંધીનગરમાં દિક્ષાંત સમારોહમાં અધિક મુખ્‍ય સચિવનું સંબોધન

ગાંધીનગર ખાતે મહેસુલ વિભાગના અધિક મુખ્‍ય સચિવ જયંતી રવિની હાજરીમાં યોજાયેલ વિદ્યાર્થી દિક્ષાંત સમારંભની તસ્‍વીર. 

ગાંધીનગર, તા. ૧રઃ  નિફટ ખાતે અધિક મુખ્‍ય સચિવ, મહેસૂલ વિભાગ  શ્રી જયંતિ રવિની અધ્‍યક્ષતામાં ડિગ્રી અને એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો.જેમાં ફેશન ડિઝાઇન, ફેશન કોમ્‍યુનિકેશન, ટેક્‍સટાઇલ ડિઝાઇન, એક્‍સેસરી ડિઝાઇન, ફેશન મેનેજમેન્‍ટ અને ફેશન ટેકનોલોજી અને માસ્‍ટર ઓફ ડિઝાઇનના કુલ ૨૪૧ વિદ્યાર્થીઓએ તાાતક થતાં ,કુલ ૧૭૩ વિદ્યાર્થીઓને તેમની તાાતકની ડિગ્રી અને ૬૮ વિદ્યાર્થીઓને તેમની માસ્‍ટર ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

 એ.સી.એસશ્રી ડો. જયંતિ એસ. રવિએ NIFT ગાંધીનગરના દીક્ષાંત સમારોહ અંતર્ગત જણાવ્‍યું હતું કે,આ સમારોહ એક અંત નથી પણ નવા અધ્‍યાયની શરૂઆત છે. જ્‍યાં વિદ્યાર્થીઓની કુશળતા અને દ્રષ્ટિ તેમના જીવન, સમાજ, સંસ્‍કળતિ અને રાષ્‍ટ્રને આકાર આપશે. તેમણે માતાપિતા અને ફેકલ્‍ટીના સભ્‍યોને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે,આજે ગર્વ સાથે પદવી મેળવી રહેલા તાાતકોને ઉછેરવા અને માર્ગદર્શન આપવા બદલ આપ પણ અભિનંદનને પાત્ર છો.

 તેમણે ગુરબાની, ગુરુ ગોવિંદ સિંહજી અને ઉપનિષદોના ઉદાહરણ દ્વારા જણાવ્‍યુઅં હતું કે, દરેકે સત્‍ય, ધર્મ, જિજ્ઞાસા અને જીવનભર કંઈક નવું શીખવા તત્‍પર રહેવું જોઈએ. રવિએ કહ્યું કે વાસ્‍તવિક સંપત્તિ ભૌતિક સફળતા, સર્વાંગી વિકાસ, સહાનુભૂતિ અને કળતજ્ઞતામાં રહેલી છે.

ઉપરાંત તેમણે ભારત દર્શન દરમિયાન ટ્રેનની મુસાફરીથી લઈને સ્‍વચ્‍છ ભારત સાથેના તેમના કાર્ય સુધીના અંગત અનુભવો શેર કર્યા, જેમાં ભાર મૂકયો કે દરેક પરિસ્‍થિતિમાં - સૌથી અણધારી જગ્‍યાએ પણ - કેવી રીતે પાઠ મળી શકે છે. જિજ્ઞાસા અને શ્રેષ્ઠતા કયારેય ગુમાવવી જોઈએ નહીં,

અતિથિ વિશેષ શ્રી અનૂપ નૌટિયાલે તાાતક વિદ્યાર્થીઓને સંબોધન કરતાં NIFT દિલ્‍હીના પ્રથમ બેચના ભાગ રૂપે તેમની સફર અને ઉત્તરાખંડમાં કાપડ ઉદ્યોગમાં બે દાયકા અને બાદમાં સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ પરના તેમના ૩૫ વર્ષના વ્‍યાવસાયિક અનુભવને યાદ કરતાં , NIFT ને તેમની કારકિર્દીને આકાર આપવા માટે શ્રેય આપતા તેમના અનુભવો વર્ણવ્‍યા હતા.

આ અવસરે શાબ્‍દિક સ્‍વાગત કરતા  કેમ્‍પસ ડિરેક્‍ટર, NIFT ડો. સમીર સૂદે જણાવ્‍યું હતું કે, ભારત એક એવુ રાષ્‍ટ્ર છે જે ગર્વથી વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે. ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, અને ટૂંક સમયમાં ત્રીજું સ્‍થાન પણ મેળવી લેશે.

આ દીક્ષાંત સમારોહ પછી ટેક્‍સટાઇલ ડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ટેક્‍સટાઇલ  અને ક્રાફટ ડિઝાઇન પ્રોજેક્‍ટ્‍સ પર એક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું ઉદ્ધાટન પણ જયંતિ એસ. રવિ, અધિક મુખ્‍ય સચિવ, મહેસૂલ વિભાગના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ સાથે નૂપુર આનંદ, ડીન (શૈક્ષણિક); સિંજુ મનાજન, NIFT દિલ્‍હી, વડા (AA), વિદ્યાર્થીઓ અને ફેકલ્‍ટીના  સભ્‍યો તથા વાલિશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(2:06 PM IST)