<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

બળાત્‍કાર, દુષ્‍કર્મ અને ખંડણીખોરને પાસામાં ધકેલવામાં સુરત ઇતિહાસ સર્જી રહ્યું છે

અસમાજિક તત્‍વો વિરૂધ્‍ધ પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનો જંગ પરાકાષ્ઠા પર પહોંચ્‍યો : Pcb/ DCB/ SOG નું અદભુત સંકલન, માત્ર રૂપિયાવાળોનું જ નહિ. સચિન GIDC, પાંડેસરામાં મજૂરોના સંતાનો માટે પણ અદભુત વ્‍યવસ્‍થા કરવામાં આવી છે

રાજકોટ તા.૧૩: બળાત્‍કાર, દુષ્‍કર્મ, ખંડણીખોર સહિતના ગુનેગારો વિરૂધ્‍ધ જંગે ચઢેલા સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા લોકોની લાગણી અને માંગણી સંદર્ભે  ટૂંકા સમયમાં વધુ ૨૯ આરોપીઓને પાસના પિંજરે પૂરી દેતા ગુનેગારોને પાસામાં ધકેલી દેવામાં ગુજરાત એક નવા ઇતિહાસ તરફ ડગ માંડી રહ્યું છે,જેની નોંધ ગાંધીનગર ગળહ મંત્રાલય અને મુખ્‍ય મંત્રી કાર્યલય દ્વારા લેવામાં આવી છે. પાસાનો કાર્યવાહી ઝડપી બને તેવી પોલીસ કમિશનરની રણનીતિ અને આદેશ અંતર્ગત PCB પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ સુવેરા ટીમ સક્રિય બની છે.      

અત્રે એ યાદ રહે કે સુરત મુંબઇથી ખૂબ નજીક હોવાથી દરેક પ્રકારના દૂષણ પોલીસના અથાગ પ્રયત્‍નો છતાં ઘુસી જાય છે, આ માટે સ્‍થાનિક પોલીસ સાથે DCB ના ડીસીપી ભાવેશ રોજીયા ટીમ મહત્‍વની જવાબદારી સંભાળે છે. Sog ના ડીસીપી રાજદીપસિંહ નકુમ ટીમ પણ લુખ્‍ખા તત્‍વોને જાહેરમાં કાયદો વ્‍યવસ્‍થાના પાઠ સૌરાષ્‍ટ્રની આગવી પધ્‍ધતિ મુજબ સરભરા સાથે શીખવે છે.બનાવટી પાસપોર્ટ આધારકાર્ડ વિગેરે માટે DCB/ SOG ટીમ ખૂબ મહત્‍વની જવાબદારી સાંભળી છે , નો ડ્રગ્‍સ ઈન સુરત અંતર્ગત પોલીસ કમિ‘ર દ્વારા આને ટોપ પ્રાયોરિટી આપી છે. નશાકારક સીરપનો જે વિકલ્‍પ શોધ્‍યો છે, તે રસ્‍તો પણ પોલીસ બંધ કરતી જાય છે આમ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાથે સ્‍ટાફ પણ એટલો જ સક્રિય છે. સચિન GIDC, પાંડેસરા જેવા વિસ્‍તારોમાં માતા પિતા મજૂરીએ જતાં એકલા રહેલ બાળકી માટે પણ આ વિસ્‍તારમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર દ્વારા સરાહનીય વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

 

(3:44 PM IST)